Today Gujarati News (Desk)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના રિવામાં રાષ્ટ્રી પંચાયતી રાજ પર આયોજીત પંચાયતી રાજ સંમેલન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણમે કોંગ્રેસ જોરદાર પ્રહારો કર્યા હતા. રીવાના એમએએફ ગ્રાઉન્ડ પર આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ 17 હજાર કરોડની ખર્ચના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ઉદઘાટન કર્યું.
PM મોદીએ મધ્યપ્રદેશને વિવિધ વિકારકાર્યોની આપી ભેટ
મધ્યપ્રદેશના રીવામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં સામેલ થયેલા વડાપ્રધાન મોદીએ આવાસ યોજના હેઠળ 4 લાખ 11 હજાર લોકોને વર્ચ્યુઅલ ગૃહ પ્રવેશ કરાવ્યો… 17 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી, જેમાં જળ જીવન મિશનના 7853 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 5 પાણી પુરવઠા સંબંધિત યોજનાઓનો શિલાન્યાસ અને 2300 કરોડથી વધુની રેલ્વે યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસનો સમાવેશ થાય છે.
‘અગાઉની સરકારોએ ગામમાં નાણાં ખર્ચવાથી બચતી હતી’
ભારતના વિકાસ માટે દેશની તમામ પંચાયત, સંસ્થાઓ, પ્રતિનિધિઓ, નાગરિકોએ જોડાવું પડશે. આ ત્યારે જ સંભવ છે, જ્યારે મૂળ સુવિધા લાભાર્થીઓ સુધી 100 ટકા ઝડથી પહોંચે, ભેદભાવ વગર પહોંચે… અગાઉની સરકારોએ ગામમાં નાણાં ખર્ચ કરવાથી બચતી હતી, કારણ કે ગામમાં પોતાની કોઈ વોટ બેંક તો હતી જ નહીં, તેથી ગામડાઓની અવગણવામાં આવતી હતી. રાજકીય દળો ગામના લોકો વચ્ચે ભાગલા પાડી પોતાની દુકાન ચલાવી રહ્યા હતા. ગામડાઓ સાથે થઈ થયેલા આ અન્યાયને ભાજપે સમાપ્ત કરી દીધો છે. અમારી સરકારે ગામોના વિકાસ માટે તિજોરી ખોલી દીધી છે.
ગામડાઓને બેંકોની તાકાત મળી : PM મોદી
દેશના ગામડાઓને બેંકોની તાકાત મળ્યા બાદ ખેતી-ખેડૂતોથી લઈને વેપાર-કારોબાર સુધી, તમામ ગામડાઓને લોકોને મદદ મળી રહી છે. અમે જનધન યોજના ચલાવી ગામના 40 કરોડથી વધુ લોકોના બેંક ખાતા ખોલાવ્યા… અમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ગામડાઓ સુધી બેંકોની પહોંચ વધારી. આઝાદી બાદ જે પક્ષે સૌથી વધુ સમય સરકાર ચલાવી તેણે આપણા ગામડાઓનો વિશ્વાસ તોડ્યો. ગામડાઓમાં રહેતા લોકો, ગામડાઓમાં શાળાઓ, ગામડાઓમાં રસ્તાઓ, ગામડાઓમાં વીજળી, ગામડાઓમાં સંગ્રહ, ગામડાઓની અર્થવ્યવસ્થા… આ બધું કોંગ્રેસની સરકાર દરમિયાન સરકારની પ્રાથમિકતાઓમાં નીચે રાખવામાં આવ્યું. આપણા ગામોમાં મકાનોના પ્રોપર્ટીના કાગળો અંગે ઘણી મુઝવણો રહી છે. આ કારણે વિવિધ વિવાદો ઉભા થાય છે, ગેરકાયદેસર કબજો થવાની સંભાવનાઓ રહેલી હોય છે. હવે આ બધી સ્થિતિઓ PM સ્વામિત્વ યોજનાથી બદલાઈ રહી છે.