Today Gujarati News (Desk)
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેમના નિવેદનો તો ક્યારેક તેમની પોસ્ટ વારંવાર વિવાદોનો હિસ્સો બની રહે છે. પ્રોફેશનલ હોય કે પર્સનલ લાઈફ, ઉર્વશી રૌતેલાનું નામ દરરોજ લાઈમલાઈટમાં રહે છે. અત્યાર સુધી લોકોએ માત્ર ઉર્વશીનું મજાક અને ટોણા મારતું રૂપ જોયું છે. પરંતુ હવે અભિનેત્રીનો ગુસ્સો પણ જોયો છે, ઉર્વશીએ એક ક્રિટીકને કાનૂની નોટિસ મોકલી છે.
કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી
ખુદ ઉર્વશી રૌતેલાએ પણ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુ પર માનહાનિની કાનૂની નોટિસ મોકલી છે. ઉમૈર સંધુએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એવા સમાચાર પોસ્ટ કર્યા, જેને વાંચીને ઉર્વશી પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકી નહીં. ઉર્વશીએ પોતાની વિરુદ્ધ ફેક ન્યૂઝ વાંચતા જ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી. ઉર્વશીએ ઉમૈરના ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
શેર કરાયેલ ટ્વિટ અનુસાર, ઉમૈર સંધુએ લખ્યું છે કે દક્ષિણના અભિનેતા અખિલ અક્કીનેનીએ ઉર્વશીને હેરાન કરી છે. આ ટ્વીટ વાંચ્યા બાદ ઉર્વશી ખૂબ જ ગુસ્સામાં છે અને તેણે તેના વિરૂદ્ધ ફેક ન્યૂઝ ફેલાવનારા ટીકાકારોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ, જો ઉર્વશી દ્વારા આપવામાં આવેલી માહિતી વિશે વાત કરીએ તો, તે અનુસાર, ઉમૈર સંધુને તેની કાનૂની ટીમ દ્વારા માનહાનિની કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. અભિનેત્રીએ ઉમૈરના કામ પર પણ સવાલો ઉઠાવ્યા છે.