Today Gujarati News (Desk)
વર્ષ 2000માં રિલીઝ થયેલી સુપરહિટ રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘હદ કર દી આપને’ ને તાજેતરમાં જ 23 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ ફિલ્મમાં ગોવિંદા અને રાની મુખર્જીની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આજે પણ આ ફિલ્મમાં ગોવિંદા અને રાનીની જોડી લોકોના દિલમાં છવાયેલી છે, પરંતુ શું તમે જાણો છો આ ફિલ્મમાં ગોવિંદાની સામે રાની મુખર્જીના બદલે કોઈ અન્ય એક્ટ્રેસને સાઈન કરવાની હતી.
આ ફિલ્મમાં રાની મુખર્જીના સ્થાને મહિમા ચૌધરીને સાઈન કરવાની હતી. તાજેતરમાં જ આ ફિલ્મના નિર્દેશક મનોજ અગ્રવાલે ખુલાસો કર્યો કે હકીકતમાં આ ફિલ્મ માટે પહેલા ગોવિંદની સાથે મહિમા ચૌધરીને પસંદ કરવામાં આવ્યા હતા. જોકે તેમના વ્યસ્ત શેડ્યૂલના કારણે તેમણે આ ફિલ્મને કરવાની મનાઈ કરી દીધી હતી. મનોજ અગ્રવાલે કહ્યુ કે તે અને મહિમા આજે પણ સારા મિત્ર છે.
ફિલ્મની રીમેક બનશે
મનોજ અગ્રવાલે જણાવ્યુ કે તેઓ આ ફિલ્મની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે આની સ્ક્રિપ્ટ લખી લીધી છે. જોકે આની રીમેકને લઈને તેમને ટ્રોલ થવાનો ડર છે. જોકે રીમેકમાં સીન-બાય-સીન કોપી થશે નહીં. આ ફિલ્મમાં પાત્ર પણ જુદા હશે પરંતુ ફિલ્મનો સાર તે જ હશે.