Today Gujarati News (Desk)
સુરત મહાનગરપાલિકાના વધુ બે કોર્પોરેટરો આજે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં આપના કોર્પોરેટર જોડાયા પહેલાં આપે બે કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ આપે જે કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા તેના બદલે બીજા જ કોર્પોરેટર ભાજપમાં જોડાતા આપના વધુ કોર્પોરેટરો ભાજપમાં જોડાશે તેવી અટકળ તેજ બની ગઈ છે. સુરત પાલિકાના રાજકારણ માટે આજનો શુક્રવાર આંચકો આપનારો રહ્યો હતો. સુરત પાલિકાના શાસક પક્ષ અને વિરોધ પક્ષ બન્ને પક્ષે અચાનક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું ભાજપ પત્રકાર પરિષદ કરે તે પહેલાં જ આપે એક પત્ર જાહેર કરીને આપના કોર્પોરેટર કનુ ગેડિયા અને રાજેશ મોરડિયાને પક્ષમાંથી સામાન્ય સભ્યપદેથી કાઢી મુકવાની જાહેરાત કરી દીધી હતી. તો બીજી તરફ ભાજપે એક પત્રકાર પરિષદ કરી હતી જેમાં રાજેશ મોરડીયા અને કનુ ગેડિયા ભાજપમાં જોડાશે તેવી અટકળ હતી.