Today Gujarati News (Desk)
‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મ ઈદ પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં સલમાન ખાન, પૂજા હેગડે, વેંકટેશ, ભૂમિકા ચાવલા, જગપતિ બાબૂ, રાધવ જુઆલ, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ, શહનાજ ગલિ અને પલક તિવારી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. કિસી કા ભાઈ કિસી કી જાનના ડાયરેક્ટર ફરહાદ સામજી છે. અને સલમાન ખાન ચાર વર્ષ પછી ઈદ પર ફરી આજે નવી ફિલ્મ આપી રહ્યો છે. આ ફિલ્મમાં ફેન્સને ઘણી બધી અપેક્ષાઓ પણ છે. જાણો કેવી છે સલમાન ખાનની આ ફિલ્મનો રિવ્યુ..
શું સ્ટોરી છે આ ફિલ્મની
સલમાન ખાનની આ ફિલ્મમાં સલમાન ખાન અને તેના ત્રણ ભાઈઓની છે. જેમા સલમાન ખાન લગ્ન કરવા નથી ઈચ્છતા તેનાી પાછળ એક ભૂતકાળ જોડાયેલો છે. એ પછી ભાઈજાનની જીદંગીમા આવે છે પૂજા હેગડે અને તેની સાથે જ બધુ બદલાઈ જાય છે. પછી કાંઈક એવુ થાય છે ક ભાઈજાનને તેના અસલી અંદાજમા સામે આવવુ પડે છે. આ જ ફિલ્મની સ્ટોરી છે. આ સ્ટોરી સાથે એક્શન, રોમાંસ, ફેમિલી ડ્રામા, વનલાઈનર અને મ્યુઝિક આપવામાં આવ્યું છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મમાં આ દરેક મસાલો આપવામાં આવ્યો છે. કે જે મોટાભાગે સલમાન ખાનની ફિલ્મમાં જોવા મળે છે.
ફિલ્મનું ડાયરેકશન
ફરહાદ સામજીના ડાયરેકશનમાં સલમાન ખાનનો ટચ સાફ નજર આવે છે. ફરહાદના ડાયરેક્ટર કોઈ પણ મામલે અનોખા નથી. માત્ર કોશિશ છે કે ભાઈજાનના સ્વેગને દરેક જગ્યા પર દેખાડવાનો. જેવુ તે મોટાભાગના સુપરસ્ટાર્સ બેસ્ટ ફિલ્મોમાં કરતા આવે છે. પછી તેની સામે વીરમ હતો, તેથી તેણે ફિલ્મને લઈને વધુ પ્રયત્નો પણ કર્યા નથી.
ફિલ્મને રેટિંગ વિશે વાત કરીએ તો 5 માથી 2.5 રેટિંગ મળ્યા છે
આ ફિલ્મને રેટિંગ વિશે વાત કરીએ તો 5 માથી 2.5 રેટિંગ મળ્યા છે. સલમાન ખાનની આ ફિલ્મમાં સંપુર્ણ ફોકસ તેમના પર કરવામાં આવ્યો છે. પરંતુ ફિલ્મની આત્મા પુરી રીતે મીસીંગ છે.