Today Gujarati News (Desk)
PM મોદી રેડિયો પર રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરે છે. ટૂંક સમયમાં જ આ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે PM મોદી 100 રુપિયાનો નવો સિક્કો બહાર પાડશે જેમા મન કી બાત લકેલું હશે.
કેવો હશે 100 રૂપિયાનો સિક્કો ?
નવા 100 રૂપિયાના સિક્કાની સાઈઝ 44 mm હશે. આ સિક્કાને ચાર ધાતુઓમાંથી બનાવામાં આવ્યો છે આ ચાર ધાતુમાં ચાંદી 50 ટકા, તાંબુ 40 ટકા, નિકલ 0.5 ટકા અને ઝિંક 0.5 ટકા હશે. સિક્કાના આગળની બાજુ પર કેન્દ્રમાં અશોક સ્તંભના સિંહ ઉપરના ભાગે હશે. તેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. તેની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં ‘ભારત’ શબ્દ લખવામાં આવશે, જ્યારે જમણી બાજુએ અંગ્રેજીમાં ‘ઈન્ડિયા’ લખવામાં આવશે. સિક્કા પર રૂપિયાનું પ્રતીક “₹” પણ હશે.
તે અન્ય સિક્કાઓથી કેવી રીતે અલગ હશે?
સિક્કાની બીજી બાજુ મન કી બાતના 100મા એપિસોડનો લોગો હશે. આ લોગોમાં માઇક્રોફોનની ઈમેજ અને તેની સાથે ધ્વનિ તરંગો પર વર્ષ 2023 લખેલું હશે. દેવનાગરી લિપિમાં ‘મન કી બાત 100’ અને અંગ્રેજીમાં ‘મન કી બાત 100’ અનુક્રમે માઇક્રોફોન ઇમેજની ઉપર અને નીચે લખવામાં આવશે.
આ કાર્યક્રમ 2014માં શરુ થયો હતો
PM મોદીના મનકી બાતનો 100મો એપિસોડ આગામી 30મી તારીખે ટેલિકાસ્ટ થશે. આ કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકાર તેમજ ભાજપ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે ભાજપે એક લાખથી વધુ બૂથ પર તેનું પ્રસારણ કરવાની યોજના કરી છે. પાર્ટીનું કહેવું છે કે મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં છે માટે આ કાર્યક્રમનું પ્રસારણ વિશ્વભરમાં થવુ જોઈએ. મન કી બાત’ કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયો હતો.