Today Gujarati News (Desk)
રાજ્યમાં આગામી 7મી મેના રોજ સરકારી ભરતીની તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનારા છે. આ પરીક્ષામાં ઉમેદવારોને હાજર રહેવા માટે ફરજિયાત સંમતિ ફોર્મ ભરવાની સુચના આપવામાં આવી હતી. આજે આ સંમતિ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ઉમેદવાર આજે 11 વાગ્યા સુધિમાં જ સંમતિ ફોર્મ ભરી શક્શે. જે ઉમેદવારે આ સંમતિ ફોર્મ ભર્યુ નહી હોય તે ઉમેદવારને પરીક્ષમાં બેસવા દેવામાં આવશે નહીં.
રાજ્યામાં આગામીન 7મી મેના રોજ લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે અત્યાર સુધીમાં અંદાજે 6 લાખથી વધુ જેટલા ઉમેદવારોએ સંમતિ ફોર્મ ભરી દીધા છે. આ પરીક્ષા અંગે હસમુખ પટેલે કહ્યું હતું કે ઉમેદવારે સંમતિ ફોર્મ ભર્યુ હશે તેમને જ કોલ લેટર મળશે. ઉમેદવારોને કોલ લેટર પરીક્ષાની તારીખના 8થી 10 દિવસ પહેલા જ આપવામાં આવશે. રાજ્યમાં તલાટી કમ મંત્રી 3437 જગ્યા માટે 22 લાખ કરતા પણ વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે 17 લાખ જ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આ પહેલા પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પરીક્ષાનું પ્રશ્નપત્ર 12.30 વાગ્યે જ આપવામાં આવશે.તેમણે પરીક્ષા કેન્દ્રને લઈને કહ્યું હતું કે ઉમેદવારોને નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળે તેની કાળજી રાખવામાં આવશે.હાલ ચર્ચામાં આવેલા ડમી કાંડ મામલે હસમુખ પટેલે કહ્યું કે, ભુતકાળમાં બ્લેક લિસ્ટ થયેલી વ્યક્તિ પરીક્ષા આપી શકે નહીં. તેમજ તમામ માહિતીઓ પર નજર રાખી રહ્યા છે. જો કોઈ ગેરરીતિની માહિતી લોકો દ્વારા આપવામાં આવશે તો તેના પર પગલાં ભરીશું. હાલની પરીક્ષાઓમાં કોઈ પણ ગેરરીતિની માહિતી મળી નથી.