Today Gujarati News (Desk)
આજે IRCTC એક ચેતવણી જાહેર કરી છે. જે ઓનલાઈન ટિકિટ બુક કરાવતા હોય તેવા લોકો માટે છે. જો તમે પણ ઓનલાઈન ટિકિટ બુક કરાવતા હોવ તો આટલી સાવધાની રાખવી જરુરી છે.
હેકર્સે IRCTC નામની એક ખોટી વેબસાઇટ બનાવી છે. આ એપ અને વેબસાઈટ દેખાવમાં બિલકુલ અસલી જેવી દેખાય છે અને યુજર્સના ડેટા ચોરી લે છે. રિપોર્ટ પ્રમાણે IRCTC એ એન્ડ્રોઈડ યુજર્સ માટે વોર્નિગ જાહેર કરી છે. જેમા શંકાસ્પદ ફાઈલનું નામ irctcconnet.apk છે. જેને વોટ્સએપ અને ટેલીગ્રામ પર શેર કરવામાં આવી છે.
આ ખોટી લિંક છે જેનાથી સતર્ક રહેવુ URL https://irctc.creditmobile.site
આના પર હોસ્ટ ફેક વેબસાઈટ પણ આપેલી છે જેનો URL https://irctc.creditmobile.site છે. જેના દ્વારા હેકર્સ લોકોને તેની જાળમાં ફસાવી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ આ શંકાસ્પદ ફાઈલ ડાઉનલોડ કરે છે, તો તેના મોબાઈલમાં મેલવેયર ઈન્ટ્રોલ કરે છે. જે યુજર્સના ડેટા ચોરી લે છે. અને તેની ખોટી વેબસાઈટ પણ ચલાવવામાં આવી રહી છે.
હેકર્સથી બચવા ગુગલના Play Store અથવા Apple App Store પરથી જ એપ ડાઉનલોડ કરવી
આ વેબસાઈટ દેખાવમાં બિલકુલ અસલી જેવી દેખાય છે, પરંતુ જ્યારે કોઈ યુજર્સ તેની ડિટેલ્સ એન્ટ કરે છે કે તરત જ સ્કેમર્સને તેનો ખ્યાલ આવી જાય છે. અને તેને તેનુ ક્રેડેશિયલ્સ મળી જાય છે. રિપોર્ટ મુજબ સ્કેમર્સ IRCTC અધિકારી બનીને લોકોને તેની જાળમાં ફસાવે છે. હેકર્સ યુજર્સની નેટ બેકિંગ અને બીજી પર્સનલ ડિટેલ્સ ચોરીને એકાઉન્ટ ખાલી કરી નાખે છે. આ રીતે થતા ફ્રોડ અને હેકર્સથી બચવા માટે તમારે ગુગલના Play Store અથવા Apple App Store પરથી જ કોઈ એપ ડાઉનલોડ કરવી જોઈએ.
IRCTC યુજર્સને તેની પર્સનલ ડિટેલ્સ, ક્રેડિટ કાર્ડ નંબર અથવા બેંક ડિટેલ્સ વિશે ક્યારેય પુછતી નથી
એક વાત નોંધી લો કે IRCTC યુજર્સ પાસેથી તેની પર્સનલ ડિટેલ્સ, ક્રેડિટ કાર્ડ નંબર અથવા બેંક ડિટેલ્સ વિશે ક્યારેય પુછતી નથી. જો કે ટિકિટ બુક કરતી વખતે પેમેન્ટ કરતી વખતે આ ડિટેલ્સ શેર કરવી પડતી હોય છે.