Today Gujarati News (Desk)
પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કટરા વિસ્તારમાં બોંબ મારાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં અનેક દેશી બોમ્બ ફેંકાયાના સમાચાર છે. કટરા વિસ્તારના ગોબર ગલીમાં દેસી બોંબ ફેંકવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો અને પોલીસ આ મામલાની તપાસ કરવા પહોંચી ગઈ… મદદનીશ પોલીસ કમિશનરે આ ઘટનાની માહિતી આપી… તેમના જણાવ્યા અનુસાર બોંબથી કોઈને ઈજા થઈ નથી. આ બોંબ મારો માત્ર વાતાવરણ ડહોળવાનો માટે કરાયા હતા.
પોલીસે બોંબ ફેંકનાર વ્યક્તિને શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બોંબ મારાની ઘટનાને અતીક અહેમદ શૂટઆઉટ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસે અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાના ઘર પર બોંબ ફેંકાયો હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારને પાયાવિહોણા ગણાવ્યા… ઉપરાંત વકીલ વિજય મિશ્રાએ પણ આ સમાચારને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
અતીકના વકીલના ઘર સામે બોંબ ફેંકાયાની અફવા
મળતી માહિતી મુજબ જૂના કટરા વિસ્તારની ગોબર ગલીમાં 5 બોમ્બ ફોડ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં અતીક અહેમદના વકીલ દયા શંકર મિશ્રાના ઘરની સામે 3 બોમ્બ ફોડવામાં આવ્યા હોવાની અફવા ફેલાઈ હતી. બોંબ ફેંક્યાનો આરોપ હર્ષિત સોનકર નામના છોકરા પર લગાવાયો છે.
બોંબ મારા પાછળ કોઈ મોટું કાવતરું
મળતી માહિતી મુજબ, નાણાં મુદ્દે છોટુ અને રૌનક નામના બે યુવકો સાથે હર્ષિતનો વિવાદ થયો હતો અને તેના કારણે આ ઘટના બની હતી. જોકે વકીલ દયા શંકર મિશ્રાએ જણાવ્યું કે, બોંબ મારા પાછળ કોઈ મોટું કાવતરું છે.