Today Gujarati News (Desk)
ભારતીય રેલ્વેએ નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક મેળવી છે. આ આંકડો પાછળના નાણાકીય વર્ષ કરતાં લગભગ રૂ. 49,000 કરોડ વધુ છે. રેલવે મંત્રાલયે ગઈકાલે આ બાબતે જાણકારી આપી હતી. રેલવે મંત્રાલયના નિવેદન અનુસાર, 2022-23માં માલસમાનની હેરફેરથી થતી આવક વધીને રૂ. 1.62 લાખ કરોડ થઈ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 15 ટકા વધુ છે.
રેલ્વે તેના પેન્શન ખર્ચને પહોંચી પહેલીવાર સમર્થ બની
ભારતીય રેલ્વેની મુસાફરોની આવક વાર્ષિક ધોરણે 61 ટકા વધીને રૂ. 63,300 કરોડ સુધી પહોંચી છે. ઉપરાંત વધારેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ વર્ષ બાદ ભારતીય રેલ્વે તેના પેન્શન ખર્ચને પહોંચી વળવામાં માટે સફળ રહી છે. વર્ષોથી, રેલ્વેએ તેની પેન્શન જવાબદારીનો અમુક હિસ્સો ઉઠાવવા માટે નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો હતો.
આંતરિક સ્ત્રોતોમાંથી રૂ. 3,200 કરોડની કમાણી
રેલ્વે મંત્રાલયના નિવેદન મુજબ, તમામ આવક ખર્ચને પહોંચી વળ્યા પછી પણ રેલ્વેએ મૂડી રોકાણના કારણે આંતરિક સ્ત્રોતોમાંથી રૂ. 3,200 કરોડની કમાણી કરી છે.