Today Gujarati News (Desk)
iPhone નિર્માતા Apple મંગળવારે (18 એપ્રિલ, 2023) ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં તેનો પહેલો Apple Store લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીના આ સ્ટોરનું નામ Apple BKC છે. કંપની દ્વારા આ નવા સ્ટોરની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં ભારતીય બજાર એપલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણથી કંપનીના સીઈઓ ટિમ કૂક સવારે 11 વાગ્યે એપલના નવા સ્ટોરનું ઉદ્ઘાટન કરશે. આ માટે તે એક દિવસ પહેલા જ ભારત આવ્યો છે. આવો જાણીએ આ સ્ટોરમાં શું હશે ખાસ…
સ્થાનિક સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવશે
Apple ભારતમાં સ્ટોર ખોલે ત્યારે સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાવા માટે તેની ટુડે એટ Apple સિરીઝના ભાગરૂપે ‘મુંબઈ રાઇઝિંગ’નું આયોજન કરી રહ્યું છે. તે મુલાકાતીઓ, સ્થાનિક કલાકારો અને સર્જનાત્મક સાથે સ્થાનિક સંસ્કૃતિની ઉજવણી કરશે.
સ્ટોર રિન્યુએબલ એનર્જી પર ચાલશે
એપલ સ્ટોર ખૂબ જ ખાસ હશે કારણ કે તે સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર ચાલશે. આ માટે કંપની દ્વારા સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. Apple દ્વારા નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સ્ટોર સંપૂર્ણપણે કાર્બન ન્યુટ્રલ હશે.
એપલ સ્ટોર ડિઝાઇન
Apple BKCની ડિઝાઇન પણ ખૂબ જ ખાસ છે. તેમાં 4.50 લાખ ટિમ્બર એલિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેના દેખાવમાં ચાર્મ ઉમેરી રહ્યું છે. તેમજ કાચનો પણ ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે.
100 કર્મચારીઓ કામ કરશે
Apple BKC પાસે ગ્રાહકના અનુભવને વધારવા માટે 100 કર્મચારીઓ હશે અને તે 20 વિવિધ ભાષાઓ બોલી શકશે. આ સ્ટોર પર ગ્રાહકોને Apple પિક અપ સર્વિસ પણ આપવામાં આવશે. એટલે કે, ગ્રાહકો ઘરેથી ઓર્ડર કરી શકે છે અને એપલ સ્ટોર પર આવીને પિકઅપ કરી શકે છે.