Today Gujarati News (Desk)
અક્ષય તૃતીયાનું હિન્દુઓમાં ઘણુ જ મહત્વ રહેલુ છે. કોઈ વ્યકિત જ્યારે કોઈ શુભ કાર્યની શરુઆત કરતો હોય છે ત્યારે આ દિવસ શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે અખાત્રીજને સ્વયંસિદ્ધ મુહુર્ત માનવામાં આવે છે. એટલે કે અખાત્રીજનો દિવસ કોઈ પણ શુભ કાર્ય માટે વિશેષ દિવસ માનવામાં આવે છે.
અખાત્રીજને ધનતેરસ અને દિવાળી જેટલું જ પુણ્ય ફળદાયી માનવામાં આવે છે. આ વખતે આ તહેવાર 22 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. આ અખાત્રીજ પર 125 વર્ષ પછી પંચગ્રહી યોગ બની રહ્યો છે. આ દિવસે મેષ રાશિમાં સુર્ય, ગુરુ, બુધ, રાહુ અને યુરેનસ એમ પાંચ ગ્રહોનો અદ્દભૂત યોગ બનશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ધન અને સોનાની પ્રાપ્તિ માટેનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. જેમાં કરિયર, ધંધા રોજગારમાં પંચગ્રહી યોગ લાંબા સયમ સુધી રહેવાવાળો છે. અને મોટો લાભ આપીને જશે.
વૃષભ રાશિ
વસ્ત્ર -આભૂષણ અને ભૌતિક સુવિધાનો આનંદ મળશે. કળા અને રચનાત્મક ક્ષેત્રે જોડાયેલા લોકોને વધારે લાભ મળશે. તેમજ આ રાશિના જાતકોને વિવિધ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
કર્ક રાશિ
ધન પ્રાપ્તિના યોગ બનતા જોવા મળી રહ્યા છે. રુપિયા પૈસાની જે સમસ્યાથી પરેશાન છો તેમાં ફાયદો જોવા મળે. આવકમાં વધારો જોવા મળે. કોઈ કિંમતી ઉપહાર મળે શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે.
સિંહ રાશિ
સોનુ અથવા તાંબાની વસ્તુઓની ખરીદી કરવાથી આ રાશિના જાતકોને ફાયદો થાય. અને તેના કારણે શુભ અને મંગળકારી પરિણામ મળી શકે છે. ધંધા રોજગારમાં પણ ફાયદો જોવા મળે.
વૃશ્ચિક રાશિ
વાહન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તેમા સફળતા મળી શકે છે. તેમજ આ રાશિના જાતકો માટે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે અનુકુળ સમય કહી શકાય. આ ઉપરાંત નોકરીમાં લાભના યોગ બનતા જોવા મળી રહ્યા છે.