હત્યામાં માર્યા ગયેલા અતિક – અસરફ |
Today Gujarati News (Desk)
ઉતરપ્રદેશમાં પોલીસ દફતરે ગેંગસ્ટર તરીકે નોંધાયેલ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના અંતિમ સંસ્કાર થયાના થોડા કલાકો બાદ આ ઘટના બની હતી. ઓવૈસીએ કહ્યું- આ ‘કોલ્ડ બ્લડેડ’ મર્ડર છે,અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે કેમેરા સામે જ ડબલ મર્ડર ની આ ઘટના કેદ થઈ હતી…
જુઓ Live video – કેવી રીતે પોલીસ નજર સામે બન્ને ભાઈઓ પર ગોળીઓ ચલાવી તેમની હત્યા કરાઈ હતી. ..
-આતિક-અશરફની હત્યા ને અંજામ આપ્યો ત્રણ હત્યારાઓએ..
-પ્રયાગરાજમાં હત્યાકાંડથી ઉત્તર પ્રદેશમાં હાહાકાર
-રાજ્યમાં પોલીસ હાઈ એલર્ટ ડબલ મર્ડર બાદ સુરક્ષામાં વધારો…
-રાજ્યના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી
-સીએમ યોગી આદિત્યનાથે બોલાવી અધિકારીઓની તાકીદ ની બેઠક
-સીએમ નિવાસ પર ચાલી રહી છે, અધિકારીક સ્તરની હાઈલેવલ બેઠક
-સમગ્ર ઘટના પર સીએમ યોગીની નજર ..
-સીએમ યોગીએ દર બે કલાકે સ્થિતિનો રિપોર્ટ આપવા અધિકારીઓને કર્યો આદેશ
અન્ડર ઇન્વેસ્ટીગેસનમાં ઉત્તર પ્રદેશ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રે અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરનાર શૂટર ઘટના સ્થળે પત્રકાર તરીકે દેખાતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયનો જુનો ગુનાહિત ઈતિહાસ છે.પોલીસ તેમનો ક્રાઇમ રેકોર્ડ ચેક કરી રહી છે..
હત્યારાઓ બિગ ડોન બનવા માંગે છે જેથી કરી હત્યા : ચોંકાવનારો ખુલાસો
આ હત્યાને અંજામ આપનાર હત્યારાઓ ની પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ અતીક કરતા મોટો માફિયા બનવા માંગે છે, તેથી તેમણે પોલીસની સામે જ આ ગુનો કર્યો હતો. બીજી તરફ પોલીસ આરોપીના નિવેદન પર વિશ્વાસ કરી રહી નથી. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
ખુલ્લેઆમ હત્યા કરનાર હત્યાનો આરોપી પ્રયાગરાજનો નથી-
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અતીક અહેમદ અને અશરફના શૂટરો પ્રયાગરાજના રહેવાસી ન હતા. અતીક અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો રહેવાસી છે.
ડબલ મર્ડરની ઘટના બાદ રાજનીતિ ગરમાઈ :
પ્રયાગરાજ્યમાં અતીક અને અશરફની હત્યા પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું ચોક્કસ ઉત્તર પ્રદેશની મુલાકાત લઈશ, હું ડરતો નથી. જબ પ્યાર કિયા તો ડરના ક્યા, હું મરવા માટે તૈયાર છું…કટ્ટરતા બંધ થવાની જરૂર છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું હંમેશા કહેતો આવ્યો છું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ કાયદાના શાસનથી નહીં પરંતુ બંદૂકના શાસનથી સરકાર ચલાવે છે. ઓવૈસીએ કહ્યું કે આ એક ‘Cold Murder’ છે. આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ પછી શું જનતાને દેશના બંધારણ અને કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ રહેશે? AIMIMના વડાએ કહ્યું કે અમે દેશના વડા પ્રધાનને પૂછવા માંગીએ છીએ કે તમે કંઈ બોલશો કે નહીં? વડાપ્રધાન તેમના ભાષણમાં કહે છે કે ‘મારી સોપારી લેવામાં આવી છે’, હવે કહો કે તમે જે રાજ્યના સાંસદ છો ત્યાં શું ચાલી રહ્યું છે. ગઈ કાલની ઘટના બાદ ભારતનો દરેક નાગરિક પોતાને અસુરક્ષિત અને કમજોર અનુભવી રહ્યો છે. આ મામલે ઔવેસીએ યોગી આદિત્યનાથના રાજીનામાની પણ માગ કરી.