Today Gujarati News (Desk)
કિંગ ખાનની પુત્રી સુહાના ખાન ઝોયા અખ્તરની વેબ ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં જોવા મળશે, આ પહેલા જ સુહાના ખાનને એક ઇન્ટરનેશનલ બ્યુટી બ્રાન્ડ મળી છે, જેની તસવીરો થોડા દિવસો પહેલા ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી.
જે બાદ હવે આખરે તેની પહેલી એડ સ્ક્રીન પર આવી છે, જેમાં કિંગ ખાનની લાડલીનો આત્મવિશ્વાસ જોઈને ચાહકો પણ દંગ રહી ગયા હતા. સુહાના ખાન તાજેતરમાં બ્યુટી બ્રાન્ડ ‘મેબેલિન’નો નવો ચહેરો બની છે અને તેની પ્રથમ એડ પણ સામે આવી ગઇ છે,. આ એડને સુહાના ખાને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘મેબેલિન ન્યૂયોર્ક’નો નવો ચહેરો બનીને અને આવી અદ્ભુત મહિલાઓ સાથે સ્પેસ શેર કરીને ખૂબ જ ખુશ છું. આ વીડિયોમાં સુહાના ખાન જે રીતે આત્મવિશ્વાસ સાથે પોતાની જાતને રજૂ કરી રહી છે તે ખરેખર વખાણવા લાયક છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પણ આ અભિયાનનો એક ભાગ છે.
આ એડ ફિલ્મમાં તેની સ્ક્રીન પ્રેઝન્સ જોઈને દરેક સુહાના ખાનના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘અભિનંદન, તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો’. અન્ય એક યુઝરે લખ્યું, ‘અમેઝિંગ સુહાના, ખૂબ અભિનંદન, આ લેશ ખૂબ જ સુંદર છે’.
સુહાના ખાન માત્ર 22 વર્ષની છે. શાહરૂખ ખાનના પુત્રને નિર્દેશનમાં રસ છે, સુહાનાને બાળપણથી જ અભિનયનો ખૂબ શોખ છે. આ એડ અને ધ આર્ચીસ પહેલા સુહાના એક શોર્ટ ફિલ્મમાં કામ કરી ચુકી છે.