Today Gujarati News (Desk)
કોરોના કેસને લઈને આરોગ્ય વિભાગની ચિંતા સતત વધી રહી છે. જેમાં કોરોનાના વધુ એક નવું વેરિઅન્ટે હલચલ ઉભી કરી છે. અહેવાલ અનુસાર, નવા વેરિઅન્ટને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. આ વેરિઅન્ટને ‘આર્ક્ટુરસ’ નામ આપવામાં આવ્યું છે. તે ઓમિક્રોનનો પેટા પ્રકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ‘આર્ક્ટુરસ’ ક્રેકેન વેરિઅન્ટ કરતાં 1.2 ગણો વધુ ચેપી છે.
ટોક્યો યુનિવર્સિટીના અભ્યાસમાં બહાર આવ્યું છે
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોના XBB.1.16નું નવું સ્વરૂપ ગયા મહિનાની સરખામણીમાં 13 ટકાની વધુ ઝડપે લોકોમાં ફેલાઈ રહ્યું છે. ટોક્યો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ આર્ક્ટુરસ 1.2 ક્રેકેન વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે, જેનું નામ ઓમિક્રોન XBB 1.5 છે. રાહતની વાત એ છે કે આના કારણે લોકોને સ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર થતી નથી.
નવા વેરિઅન્ટ પર WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ સતત વધી રહેલા કેસ પહેલાથી જ ચિંતાનો વિષય છે. તે જ સમયે, નવા પ્રકારોનો વેરિઅન્ટ સમસ્યામાં વધારો કરી શકે છે. આર્ક્ટુરસ પર નજર રાખી રહેલા WHOના એક અધિકારીએ જણાવ્યું કે, તાજેતરના મહિનાઓમાં કોરોનાનું નવું સ્વરૂપ વધુ ફેલાય રહ્યું છે. જો કે તે લોકોના સ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર કરતુ નથી.
મોટા ભાગના કેસ ભારતમાંથી મળી રહ્યા છે
કોરોનાના નવા પ્રકાર આર્ક્ટુરસનો પહેલો કેસ જાન્યુઆરીમાં સામે આવ્યો હતો. તે અમેરિકા, સિંગાપોર અને અન્ય ઘણા દેશોમાં જોવા મળ્યો હતો. WHOના એક આરોગ્ય અધિકારીએ કહ્યું કે, જ્યારે વેરિઅન્ટની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે મોટાભાગના કેસ ભારતમાં આવી રહ્યા છે.
XBB.1.6 ના લક્ષણો શું છે?
નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીનો સત્તાવાર ડેટા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ ઓમિક્રોન અગાઉના વેરિયન્ટ્સની સરખામણીમાં એટલું ખતરનાક નહોતું.
વહેતું નાક
માથાનો દુખાવો
થાક (હળવા અથવા ગંભીર)
છીંક
ગળામાં દુખાવો થવો