Today Gujarati News (Desk)
મુંબઈ પોલીસે એક યુવકની સગીર વયની પ્રેમિકા સાથે લગ્ન કરવાના આરોપમાં ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. પોલીસે જણાવ્યું કે, આરોપીએ પહેલા તેની ગર્લફ્રેન્ડની જન્મતારીખ તેના આધાર કાર્ડમાં બદલીને તેને પુખ્ત દેખાડી અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા.
‘પુખ્ત બતાવવા માટે આધાર કાર્ડમાં જન્મતારીખ બદલાઈ’
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાળકીના પિતાએ આ અંગે દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા કહ્યું કે, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની પુત્રીનો જન્મ 7 મે, 2006ના રોજ થયો હતો, પરંતુ આરોપીએ તેના આધાર પર તેની તારીખ બદલીને 12 માર્ચ, 2004 કરી હતી.
આ રીતે મામલો બહાર આવ્યો
તેમણે જણાવ્યુ કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 23 વર્ષીય આરોપી અને યુવતી સોમવારે લગ્ન કર્યા પછી કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા પોલીસ સ્ટેશન આવ્યા હતા. આ પછી અમે બાળકીના પિતાને ફોન કર્યો જ્યારે તેમણે બાળકીની ઉંમરમાં આ ફેરફારની જાણ કરી હતી.