Today Gujarati News (Desk)
IPL 2023માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈએ રાજસ્થાન રોયલ્સને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. આજની મેચ ખુબ જ રસપ્રદ જોવા મળી શકે છે, કારણ કે આ સિઝનમાં બંને ટીમો શ્રેષ્ટ પ્રદર્શન કરી રહી છે. આ સિઝનમાં ચેન્નાઈ અને રાજસ્થાન બંને ટીમો ત્રણ-ત્રણ મેચ રમી ચુકી છે અને બંને ટીમોએ 3માંથી 2-2 મેચમાં જીતી નોંધાવી છે. તો આ મેચ ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે ખાસ છે. આજની મેચ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે 200મી મેચ હશે. આ મેચ ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ ગ્રાઉન્ડ પર સાંજે 7:30 વાગ્યે શરુ થશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
એમ.એસ ધોની (કેપ્ટન અને વિકેટ કીપર), ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, દીપક ચહર, મિશેલ સેન્ટનર, સિસાન્દા મગાલા, તુષાર દેશપાંડે, અંબાતી રાયડુ, આકાશ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ, શૈક રશીદ, આર.એસ. હંગરગેકર, બેન સ્ટોક્સ, મોઈન અલી, અજય જાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મથીશા પથિરાના, મહેશ તીક્ષાના, ભગત વર્મા, નિશાંત સિંધુ
રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટ કીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, મુરુગન અશ્વિન, નવદીપ સૈની, આકાશ વસિષ્ઠ, કેએમ આસિફ, ડોનાવોન ફરેરા, જો રૂટ, એડમ ઝમ્પા, કેસી કરિઅપ્પા, ઓબેદ મેકકોય, દેવદત્ત પડિકલ, કુલદિપ યાદવ, કુલદીપ સેન, અબ્દુલ બાસિથ, કુણાલ સિંહ રાઠોડ