Today Gujarati News (Desk)
મંગળવારે મ્યાનમારની સેનાના હવાઈ હુમલામાં (Myanmar air strikes) ઘણા બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે. ANI અનુસાર, માર્યા ગયેલા લોકો સૈન્ય શાસન વિરુદ્ધ આયોજિત એક વિરોધ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ બનાવને લઈને, યુએન માનવાધિકાર વડાએ મ્યાનમારમાં ઘાતક હવાઈ હુમલાની નિંદા કરી છે. વોલ્કર તુર્કે કહ્યું કે, નાગરિકો પર હવાઈ હુમલાના અહેવાલ ખૂબ જ પરેશાન કરનાર છે. તેમણે કહ્યું કે જે કાર્યક્રમમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો ત્યાં સ્કૂલના બાળકો પણ હાજર હતા.
હકીકતમાં, ફેબ્રુઆરી 2021 માં, મ્યાનમારની સેનાએ દેશમાં બળવો કર્યો હતો. આ પછી મ્યાનમારની સેનાએ સત્તા કબજે કરી લીધી હતી. ત્યારથી મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સૈન્ય શાસન સામે યોજાઈ રહેલા વિવિધ વિરોધ પ્રદર્શન સામે મ્યાનમારની સેના દ્વારા લોકો પર કાર્યવાહી કરાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા બે વર્ષમાં ત્રણ હજારથી વધુ નાગરિકોના મોત સૈન્ય દ્વારા થયા છે.
Myanmar | Airstrikes by Myanmar’s military on Tuesday killed as many as 100 people, including many children, who were attending a ceremony held by opponents of army rule, reports The Associated Press
— ANI (@ANI) April 11, 2023