Today Gujarati News (Desk)
Apple કંપનીએ તેની ઓફિશિયલ વેબ સાઈટ પર જાહેરાત કરી છે કે તે ભારતમાં દિલ્હી અને મુંબઈમાં તેના રિટેલ સ્ટોર્સ શરુ કરવા જઈ રહ્યું છે. પ્રથમ Apple BKC મુંબઈમાં 18 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. જ્યારે બીજુ સ્ટોર Apple Saket દિલ્હીમાં 20મી એપ્રિલના રોજ ખોલવામાં આવશે. Appleએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે, આ નવા રિટેલ સ્ટોર્સ ભારતમાં ગ્રાહકો માટે Apple ઉત્પાદનોને બ્રાઉઝ કરવા, શોધવા અને ખરીદવાની નવી નવી રીતો સાથે અસાધારણ સેવા અને અનુભવો પ્રદાન કરશે. ઘણા અહેવાલો એવો દાવો કરે છે કે એપલનાસીઈઓ ટિમ કૂક પણ આ સ્ટોર્સના ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી શકે છે.
Apple સ્ટોર 20મી એપ્રિલના રોજ દિલ્હીમાં પણ ખોલવામાં આવશે. ગ્રાહકો Appleની નવીનતમ પ્રોડક્ટ લાઇનઅપથી સર્જનાત્મક પ્રેરણા મેળવી શકશે. આ સાથે ગ્રાહકો સ્ટોરના નિષ્ણાતો અને પ્રતિભાશાળી ટીમ પાસેથી વ્યક્તિગત સેવા અને સમર્થન પણ મેળવી શકશે. Apple સાકેતના બેરીકેડ્સ એક યુનિક ડિઝાઇન ધરાવે છે, જે દિલ્હી શહેરના ઐતિહાસિક દરવાજાઓમાંથી પ્રેરણા લઈ બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક દરવાજો શહેરના ઇતિહાસનો એક નવો અધ્યાય રજૂ કરે છે.
મુંબઈમાં ખુલશે પ્રથમ Apple BKC
Apple BKC 18મી એપ્રિલના રોજ મુંબઈમાં ખોલવામાં આવશે. ભારતમાં પ્રથમ Apple સ્ટોર ખોલવાની ઉજવણીમાં Apple BKCએ મુંબઈ રાઇઝિંગ તરીકે એક ખાસ જાહેરાત કરી હતી. આ જાહેરાત સ્ટોરના ઓપનિંગ-ડેથી સમગ્ર ઉનાળા સુધી ચાલશે. મુંબઈમાં સ્થાનિક સમુદાય અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે Apple સ્થાનિક કલાકારો અને ક્રિએટિવ્સ સાથે મળીને તેના પ્રોડક્ટ્સ અને સર્વિસ સાથે હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ પ્રદાન કરશે.
ભારતમાં વધશે iPhoneનું ઉત્પાદન
Apple ચીન કરતા ભારતમાં વધુ ઉત્પાદન કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્થાનિક ઉત્પાદન, નાણાકીય પ્રોત્સાહનો અને બીજા દેશો કરતા સસ્તી મજૂરીએ ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ, પેગાટ્રોન કોર્પ અને વિસ્ટ્રોન કોર્પને દેશમાં આઇફોનનું ઉત્પાદન વધારવા માટે પ્રેરિત કર્યા છે.