Today Gujarati News (Desk)
કોંગ્રેસ છોડીને ભગવા પાર્ટીમાં જોડાયેલા નેતાઓની યાદી લાંબી છે. તેમાંથી કેટલાક નેતાઓ ભાજપના મોટા ચહેરા બની ગયા છે. સૌથી મોટું ઉદાહરણ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા છે. જે એક સમયે કોંગ્રેસી હતા પરંતુ ભાજપમાં જોડાયા અને આજે મુખ્યમંત્રી છે. તમે આમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ સામેલ કરી શકો છો. કોંગ્રેસના શાસનમાં રક્ષા મંત્રી રહેલા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની પણ ભાજપમાં જોડાયા છે. એક જ દિવસમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે.
અનિલ એંટનીએ કહ્યું કે મેં ટ્વીટ જોયા છે. આજે રાહુલ ગાંધી વરિષ્ઠ નેતાઓની જેમ વાત કરતા નથી. આ બધું જોઈને દુઃખ થાય છે. રાહુલ ઓનલાઈન ટ્રોલરની જેમ વાત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે એક નવી સર્જનાત્મકતા દેખાડી. તેમણે સુડોકુ ગેમની જેમ ઘણા નેતાઓના નામ લખ્યા. તેમાં ગુલામ, અનિલ, કિરણ, હિમંતા, સિંધિયા લખેલા છે. તેમની વચ્ચે અદાણીનો સ્પેલિંગ લખાયેલો છે. આ ટ્વીટના જવાબમાં અનિલ એન્ટનીએ રાહુલને જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું કે, આટલા સિનિયર નેતાઓ સાથે મારું નામ લખવા પર ખૂબ જ ખુશ છું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ જો નામ લખ્યા છે તે ગદ્દારોના નામ નથી. તેઓ પરિવાર માટે નહીં પરંતુ દેશ માટે કામ કરનારાના નામ છે. અનિલ એન્ટની કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થઈ ગયા છે. તેમના ભાઈ અજિતે કહ્યું કે, આ નિર્ણય ઉતાવળ અને આવેગમાં લેવામાં આવ્યો છે.