Today Gujarati News (Desk)
પ.બંગાળમાં 3 મહિલાઓનો દંડવત કરતો વીડિયો સામે આવ્યો છે. માહિતી અનુસાર 3 આદિવાસી મહિલાઓએ રોડ પર દંડવત કર્યા અને તેના બાદ તેઓ તૃણમૂલમાં જોડાઈ ગઈ હતી. આ મામલે વિવાદ સર્જાયો છે. ભાજપે આરોપ મૂક્યો હતો કે આ મહિલાઓ ભાજપમાં જોડાઈ હતી. તેના પછી તે તૃણમૂલ કોંગ્રેસમાં ફરી જોડાવા ગઈ. જોકે એવો દાવો કરાયો છે કે ભાજપમાં જોડાવાને લઈને ટીએમસીએ સજા તરીકે આ મહિલાઓને જાહેરમાં દંડવત કરવાની સજા આપી હતી.
માનહિતી અનુસાર આ ઘટના બાલુર ઘાટના તપનની છે. અહીં 3 મહિલાઓએ લગભગ એક કિલોમીટર સુધી દંડવત કર્યા હતા. તેના પછી તૃણમૂલમાં જોડાઈ ગઈ હતી. આ ઘટના જોઈને સૌ કોઈ અચરજ પામી ગયા હતા. જ્યારે આ મામલે તૃણમૂલ કોંગ્રેસ કહે છે કે આ મહિલાઓએ પશ્ચાતાપ કરવા માટે આવું કર્યું હતું. આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે આ ત્રણેય મહિલાઓ તૃણમૂલ છોડી ભાજપમાં જોડાઈ હતી પણ જ્યારે ત્રણેય ફરી તૃણમૂલમાં જોડાવા ગઈ તો તેમને બળજબરીપૂર્વક દંડવત કરવાની સજા કરાઈ. આ મામલે ભાજપે મહિલા આયોગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.