Today Gujarati News (Desk)
વડોદરા જિલ્લા પંચાયતમાં હાલમાં કુલ 34 સભ્યોમાં કોંગ્રેસના 7 સભ્યો છે જ્યારે ભાજપના 27 સભ્યો છે. ચૂંટાયેલી પાંખની અઢી વર્ષની ટર્મ પુરી થવા આવી હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા નિયુક્ત કરવામાં આવ્યા નહોતા.
પરિણામે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા દરમિયાન રજૂઆત કરવામાં વિપક્ષી સભ્યો વચ્ચે તાલમેલ જામતો નહતો. વિપક્ષી નેતાની નિયુક્તિ કરવા માટે કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રદેશના નેતાઓ સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ કારણસર વિપક્ષી નેતા નિયુક્ત કરવામાં આવતા ન હતા.
જિલ્લા પંચાયતની ગઈ સભામાં ભારે હોબાળો થયા બાદ થયા બાદ કોંગ્રેસ અને ભાજપના સભ્યો સામસામે આવી ગયા હતા. પરંતુ તે વખતે પણ કોંગ્રેસમાં તાલમેલ જોવા મળ્યો નહોતો. આખરે ચૂંટાયેલી પાકની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસે વિપક્ષી નેતા તરીકે મુબારક પટેલને નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.