Today Gujarati News (Desk)
આજકાલ આપણે જોઈ શકીએ છીએ કે દરેક ગાડીઓ પર FASTag લગાડેલુ હોય છે. FASTag નું નામ લેતાની સાથે લોકોના મગજમાં માત્ર એક જ વાત આવે છે કે ટોલ ટેક્સ ઓનલાઈન ચુકવવા માટેની એક એપ કે જેનાથી લોકોનો ટાઈમ ઓછો બગડે છે અને FASTag દ્વારા ઓનલાઈન ટોલ ભરાઈ જાય છે. એટલે કે FASTag ને માત્ર આ કામ માટે જ બનાવવામાં આવ્યુ છે. અને તેના આવવાથી ટોલનાકા પર મોટા પ્રમાણમાં થતો ટ્રાફિક પણ ઘટી ગયો છે. આ સાથે ટોલ ટેક્સ ભરવો પણ આસાન થઈ ગયો છે. પરંતુ તેના સિવાય FASTag નું મોટુ કામ છે જેનાથી લોકો અજાણ છે.
વાસ્તવમાં FASTag એ એક એવું છુપાયેલુ ફિચર છે જે તમારી કારને દરેક સમયે એક ચોકીદાર તરીકેનું કામ કરે છે. અને હંમેશા તેની પર નજર રાખી રહ્યું હોય છે. અને કારને ચોરી થતા અટકાવે છે. જાણો FASTag નું હિડન ફિચર કેવી રીતે કામ કરે છે.
કેવી રીતે કામ કરે છે FASTag
FASTag એક પ્રકારનું ડિવાઈસ છે જે સ્ટીકર તરીકે તમારી કારમાં લગાવવામાં આવે છે. તે રેડિયો ફ્રીક્વેંસી પર કામ કરે છે. જ્યારે FASTag લાગેલી કાર ટોલ પ્લાઝા પરથી પસાર થાય કે તરત જ રજિસ્ટર્ડ થયેલા મોબાઈલ પરથી નિર્ધારિત રકમ ઓટોમેટીક કપાઈ જશે.અને તેનો મેસેજ તમારા મોબાઈલમાં આવી જશે.
પોલીસ પણ આસાનીથી કારને ટ્રેક કરી શકે છે
રેડિયો ફ્રિકવેંસીના કારણે FASTag લાગેલી કારને પોલીસ પણ આસાનીથી ટ્રેક કરી શકે છે. FASTag ના કારણે કારનુ લોકેશન આસાનીથી જાણી શકાય છે.
કારમાં લાગેલા FASTag ને હંમેશા એક્ટીવ રાખો
તમારી કારમાં લાગેલા FASTag ને હંમેશા એક્ટીવ રાખવો જરુરી છે. FASTag ને એક્ટીવ રાખવા માટે જે વોલેટથી લિંક કરવામાં આવ્યુ છે. તેમાં અમુક રુપિયા જમા રાખો. જો તમારા વોલેટનું બેલેન્સ FASTag માટે નિર્ધારિત રકમથી ઓછી હશે તો આ એક્ટીવ નહી રહે. આવી સ્થિતિમાં તમને ટ્રેક કરવા મુશ્કેલ થઈ શકે છે. એટલે FASTag માત્ર ટોલ ટેક્સ જ નથી ચુકવતુ પરંતુ કાર ચોરાઈ જાય તેવા સંજોગોમાં પણ કામ આવી શકે છે.