Today Gujarati News (Desk)
ડાંગ જિલ્લા ભાજપા સંગઠનમાં મંગળવારે વધુ 8 આગેવાનોએ સ્વૈચ્છિક રાજીનામા ધરી દેતા હડકંપ મચી ગયો છે. કોંગ્રેસના મોટાભાગના નેતાઓ ભાજપમાં જોડાઈ જતા ડાંગ ભાજપમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે.સરકાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર સામે બંડ પોકારનાર ખુદ ડાંગ ભાજપના પ્રમુખ દશરથભાઈ પવારે ગતરોજ પ્રમુખપદેથી સ્વૈચ્છિક રાજીનામુ ધરી દીધું હતું. ત્યારે હવે ભાજપે ત્રણ જિલ્લામાં પ્રમુખોની નિમણૂંક કરી દીધી છે. જેમાં ડાંગ જિલ્લામાં કિશોર ગાવિતની ભાજપના પ્રમુખ તરીકે નિમણૂંક કરાઈ છે.
ત્રણ જિલ્લા પ્રમુખોની વરણી કરાઈ
આ સિવાય ભાજપના સંગઠનમાં અનેક ફેરફારો થયાં છે અને હજી પણ આ કવાયત યથાવત છે. આજે ગુજરાત ભાજપે ત્રણ જિલ્લાઓમાં નવા પ્રમુખની નિમણૂંક કરી છે. જેમાં ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે કિશોર ગાવિત, ગીર સોમનાથમાં મહેન્દ્ર પીઠિયા અને પોરબંદરમાં રમેશ આડોદરાની નિમણૂંક કરાઈ છે. તાજેતરમાં જ ત્રણેય જિલ્લાના પ્રમુખોના રાજીનામાં લેવાઈ ગયા હતા. રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખે ત્રણેય જિલ્લામાં નવા પ્રમુખની વરણી કરી છે.