Today Gujarati News (Desk)
રોટલી લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. તેને મોટા ભાગે તવી પર અડધી શેકીને ગેસના ફ્લેમ પર શેકવામાં આવે છે પરંતુ આ રીતે બનેલી રોટલીઓને ખાવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે.
રોટલી શેકવાની આ રીત ખોટી છે
ઓસ્ટ્રેલિયામાં એક સંશોધનમાં જાણકારી સામે આવી છે કે જો તમે રોટલીઓને ઉચ્ચ તાપમાન પર શેકો છો તો કાર્સિનોજેનિક સંયોજનોનું ઉત્પાદન થાય છે. આનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. અભ્યાસ અનુસાર કુકટોપ્સ અને એલપીજી ગેસ નાઈટ્રોજન ડાયઓક્સાઈડ જેવી જોખમી ગેસોનું ઉત્સર્જન કરે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આ કેન્સર અને હૃદય સંબંધિત બીમારીઓનું કારણ બને છે.
જોખમી રસાયણ પેદા થાય છે
રોટલીને ગેસ પર શેકવાથી એક્રિલામાઈડ નામનું રસાયણ પેદા થાય છે. આ સિવાય સીધા ગેસના તાપમાન પર શેકવાથી કાર્સિનોજેન્સ પેદા થાય છે. અમુક રિસર્ચ આ તરફ ઈશારો કરી રહ્યા છે કે ઉચ્ચ તાપમાન પર ભોજન બનાવવાની રીત હેટ્રોસાયક્લિક એમાઈન (એચસીએ) અને પોલીસાઈક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન (પીએએચ) ઉત્પન્ન કરે છે, જે કાર્સિનોજેન્સ તરીકે જાણીતા છે. જોકે આ રિપોર્ટ બળેલા ટોસ્ટ પર આધારિત હતો.
હૈમ્બર્ગરથી કેન્સરની શક્યતા
પહેલા લોકો રોટલીઓ તવી પર રૂમાલથી દબાવીને શેકતા હતા પરંતુ ચીપિયા આવ્યા બાદ લોકોએ રોટલીઓને સીધા ગેસના તાપમાન પર શેકવાનું શરૂ કરી દીધુ. આનાથી ઓછા સમયમાં વધુ રોટલીઓ બની શકે છે પરંતુ રોટલી શેકવાની આ રીત તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ ઠીક નથી. આ સિવાય એક રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે જે લોકો હૈમ્બર્ગરનું વધારે સેવન કરે છે તેમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા 79 ટકા વધુ હોય છે.
અગાઉ પણ થઈ ચૂક્યા છે આ પ્રકારના રિસર્ચ
એલપીજી ગેસ પર જમવાનુ બનાવવુ આરોગ્યની સાથે-સાથે પર્યાવરણ માટે પણ સારુ નથી. ગેસ પર ભોજન બનાવવાથી ઘરની હવા 5 ગણી વધારે પ્રદૂષિત થાય છે. અભ્યાસમાં એ સલાહ આપવામાં આવી છે કે એલપીજીના બદલે ઈન્ડક્શન કે ઈલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરો.