Today Gujarati News (Desk)
કર્ણાટકના શિવમોગા જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમાનવીય ઘટનામાં કૂતરાના કરડવાથી નવજાત બાળકનું મોત થયું હતું. હોસ્પિટલના કર્મચારીઓને કૂતરાના મોઢામાં નવજાત બાળકની લાશ જોવા મળી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હજુ સુધી બાળકના માતા-પિતાની ઓળખ થઈ શકી નથી.
મળતી માહિતી અનુસાર શનિવારના રોજ સવારે 7 વાગ્યે મેકગન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડેોને એક કૂતરાના મોઢામાં નવજાત શિશુની લાશ જોવા મળી હતી. તેમણે કૂતરાનો પીછો કર્યો હતો. હોસ્પિટલના મેટરનિટી વોર્ડની આસપાસ સવારે કૂતરો દોડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે બાળકને તપાસ માટે લાવવામાં આવ્યું હતું ત્યારે તેનું મૃત્યું થઈ ચૂક્યું હતું. અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નવજાત બાળકનું મોત પહેલા થયું કે પછી કૂતરાના કરવાથી થયું છે. બાળકના માતા-પિતાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ બાદ જ બાળકના મૃત્યુનો ચોક્કસ સમય જાણી શકાશે. અધિકારીઓએ સગર્ભા મહિલાઓના રેકોર્ડ ચકાસવા માટે આસપાસની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોની તપાસ શરૂ કરી દીધી છે.