Today Gujarati News (Desk)
ઘણીવાર તમારા ધ્યાનમાં આવ્યુ હશે કે ઉનાળામાં લોકો કાચી ડુંગળીનું સેવન કરે છે. આ સિવાય તમે કોઈ રેસ્ટોરન્ટમાં પણ જાવ છો તો ડુંગળી ચોક્કસપણે આપવામાં આવે છે. આની ઘણી વેરાયટી હોય છે. જેમ કે લચ્છા ડુંગળી, મસાલાવાળી ડુંગળી, સલાડ વગેરે. જેના કારણે ભોજનની મજા બમણી થઈ જાય છે.
પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને કેટલા લાભ મળે છે. ડુંગળીમાં એન્ટી એલર્જી, એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીકાર્સિનોજેનિક ગુણ હોય છે. આ સિવાય ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ, વિટામિન બી કમ્પલેક્સ અને વિટામિન સી પણ મળે છે.
ડુંગળી ખાવાના ફાયદા
હીટ સ્ટ્રોકથી બચાવ
ઉનાળામાં વધતા તાપમાન વચ્ચે હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ રહે છે. દરમિયાન તમે ડુંગળીનું સેવન કરો છો તો હીટ સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે. ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે. જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં આપણી મદદ કરે છે. આ જ કારણ છેકે લોકો ગરમીઓમાં ડુંગળી ખાય છે.
રોગપ્રતિકારક શક્તિ
ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત થાય છે. આ ઈમ્યૂનિટી સિસ્ટમને બૂસ્ટ કરીને સંક્રમક બીમારીઓથી બચાવી શકે છે. શરદી-ખાંસીની સમસ્યાને દૂર કરવામાં આપણી મદદ કરે છે. ડુંગળીમાં ઈમ્યૂન સેલ્સને મેન્ટેઈન કરવાનો ગુણ હોય છે. દરમિયાન જો તમે તમારી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવા માગો છો તો ડુંગળીને પોતાના ડિનર કે લંચમાં સામેલ કરો.
ડાયાબિટીસ
અભ્યાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ડુંગળીનો રસ બ્લડ શુગરને નિયંત્રિત કરી શકે છે. ડુંગળીમાં ક્રોમિયમ હોય છે જેના કારણે આ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. સાથે જ આમાં સલ્ફર, ક્વેરસેટિન અને એન્ટીડાયબિટિક ગુણ હોય છે. જે બ્લડ શુગર પર સકારાત્મક અસર નાખે છે. ડાયાબિટીસ જેવી સમસ્યામાં ડુંગળી ખાવી ખૂબ ફાયદાકારક હોય શકે છે.
પાચનતંત્ર
ડુંગળી ખાવાથી પાચનતંત્રને પણ મજબૂત કરી શકાય છે. ડુંગળીમાં ફાઈબરનું પ્રમાણ હોય છે જેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે જેથી આંતરડા યોગ્યરીતે કામ કરી શકે.
હાડકાઓને મજબૂત કરવામાં મદદ
રિસર્ચ અનુસાર ડુંગળી ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઓછુ કરી શકે છે. જેમાં હાજર ક્વેરસેટિન એટલુ અસરકારક છે કે આ લ્યૂકોટ્રિએન, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ અને હિસ્ટામાઈનના પ્રભાવોને ઓછા કરી શકે છે. આનાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. અર્થરાઈટિસમાં થનારા સોજામાં પણ આરામ મળે છે.