Today Gujarati News (Desk)
જો તમે આગામી દિવસોમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે. ભારતીય રેલવે દ્વારા એક ખાસ ઓફર મુકવામાં આવી છે. આ ઓફરમાં ભારતીય રેલવે દ્વારા 5 જ્યોતિલિંગના દર્શનના કરવાનો મોકો મળશે. આ ખાસ યાત્રામાં તમને ભારત ગૌરવ ટ્રેન દ્વારા કરી શકાશે. ભારત ગૌરવ સ્પેશિયલ પ્રવાસન ટ્રેન કોલકતા સ્ટેશનથી 20 મે 2023ના રોજ શરુ થશે. પુર્વી રેલવેના મહાપ્રબંધક અરુણ અરોડા આ બાબતે જણાવતા કહ્યુ હતુ કે આ યાત્રા 13 દિવસ અને 11 રાત્રીની હશે. જેમા પ્રવાસીઓ માટે ત્રણ પેકેજની સુવિધા આપવામાં આવી છે. આ ટ્રેનમાં 600 થી 700 સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતીય રેલવેની આ ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં સ્લીપર કોચ, નોન એસી , એસી 3 ટાયર, 2 ટાયર એસી સુવિધા આપવામાં આવી છે. ટ્રેનમાં પેંન્ટ્રીની સુવિધા પણ આપવામાં આવી છે. જેમા પ્રવાસીઓને તાજુ ખાવાનુ મળી શકશે. ટ્રેનમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ શહેરોમાં રોકાણ માટે એસી હોટલનાં રુમો પણ બુક કરવામાં આવ્યા છે.
ક્યા ક્યા 5 જ્યોતિલિંગના દર્શન કરાવવામાં આવશે.
આ ટ્રેનમાં પાંચ જ્યોતિલિંગના દર્શન કરાવવામાં આવશે. જેમા ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, નાગેશ્વર અને ત્રયંબકેશ્વર આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, શેરડી સાંઈબાબા અને શનિ શિંગણાપુરના દર્શન કરાવવામાં આવશે.
આ પ્રવાસનું ભાડું કેટલું હશે
1. ઈકોનોમી ક્લાસ (સ્લીપર ક્લાસ)
આ પેકેજમાં 315 સીટો ઉપલબ્ધ છે અને એક વ્યક્તિનું ભાડું 20,060 રૂપિયા હશે. આ પેકેજમાં મુસાફરોને નોન-એસી હોટલમાં રહેવાની સુવિધા આપવામાં આવશે અને નોન-એસી બસની સુવિધા આપવામાં આવશે.
2. સ્ટાન્ડર્ડ (3rd એસી)
આ પેકેજમાં 297 સીટો ઉપલબ્ધ છે અને વ્યક્તિ દીઠ ભાડું 31,800 રૂપિયા હશે. આ પેકેજમાં મુસાફરોને એસી હોટલમાં રહેવાની તેમજ નોન-એસી બસની સુવિધા મળશે.
3. કમ્ફર્ટ (2nd એસી)
આ પેકેજમાં 44 સીટો ઉપલબ્ધ છે અને વ્યક્તિ દીઠ ભાડું 41,600 રૂપિયા હશે. આ પેકેજમાં મુસાફરોને એસી હોટલની સુવિધા આપવામાં આવશે. તેમજ એસી બસની સુવિધા પણ આપવામાં આવશે.