Today Gujarati News (Desk)
આજથી તમારી ચા બની શકે છે કડવી, અમુલ ડેરીએ માર્કેટમાં વેચાતા દૂધના પાઉચના ભાવમાં વધારો ઝીંક્યો છે. આ નવા ભાવ વધારાના પરિણામે દુધની થેલી અને અલગ અલગ બ્રાન્ડના ભાવમાં ફરક આવ્યો છે.
આપને નવા ભાવ વિશેની માહિતિ આપી દઈએ તો
અમુલ ગોલ્ડ. 500 ગ્રામ જૂનો ભાવ.31 જ્યારે કે નવો ભાવ.32 રહેશે
અમુલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મિલી. જૂનો ભાવ.28 હતો અને હવે નવો ભાવ 29 રૂપિયા રહેશે.
અમુલ ટી સ્પેશ્યલની વાત કરીએ તો 500 ગ્રામનો જૂનો ભાવ 29 રૂપિયા હતો જો કે હવે નવો ભાવ 30 રૂપિયા થઈ ગયો છે.
એટલે કે હવે દુધની થેલી પર આપે 1 રૂપિયો વધારે ચુકવવો પડશે અને મહિનાની દ્રષ્ટિએ 30 થી 31 રૂપિયા ખર્ચમાં ઉમેરી જશે.
પશુપાલકોને રામનવમી પછીની ભેટ
આણંદ જિલ્લાની અમુલ ડેરી તરફથી પશુપાલકોને રામનવમી પછીની ભેટ મળી છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટ 800 રૂપિયા હતો. હવેથી પશુપાલકોને દૂધનો નવો ભાવ 820 રૂપિયા મળશે. આ સમાચાર મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.