Today Gujarati News (Desk)
ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યાં છે. અચાનક જ રાજ્યમાં 109 IAS અધિકારીઓની બદલીનો ઓર્ડર થયો છે. 10 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ટોપ ટુ બોટમ ફેરફારો કરવામાં આવ્યાં છે. મુકેશ પુરી ,એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર , રૂપવંત સિંગ મનીષાચંદ્રા,બી એન પાની હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. વિણા ડી.કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે.મુકેશ પુરીને ACS હોમ, એ.કે.રાકેશ કૃષિ વિભાગના ACS, કમલ દયાણીને GADનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આ સાથે જ અરૂણ સોલંકીની વેરહાઉસિંગ કોર્પોરેશનના MD તરીકે બદલી કરવામાં આવી છે. એસ.જે.હૈદરને ખાણ અને ખનીજ વિભાગના ACS અને મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર મુખ્ય સચિવ બનાવાયા છે.