Today Gujarati News (Desk)
ભૂમાફિયા આરોપી જયેશ પટેલને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે. મર્ડર કેસના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટ ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમના પર જામનગરના વકીલ કિરીટ જોશીના મર્ડર કેસનો આરોપ છે. કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડ કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા હતો. જે ત્યાંની જેલમાં બંધ હતો. જે બાદમાં જયેશ પટેલ ભારત પરત આવે તે માટે ગુજરાતની પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી.
હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે, લંડન કોર્ટે જયેશ પટેલને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલને લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારત લાવવામાં આવી શકે છે.
અનેક પુરાવા રજૂ કર્યા બાદ 300 પેજનો ચુકાદ
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, અમે આ આરોપીને એક વર્ષથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લંડનની કોર્ટમાં ભારત પરત લાવવા માટે દલીલો કરી રહ્યા હતા. લંડનની કોર્ટ દ્વારા જયેશ પટેલને ભારત પરત મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો છે. લંડનની કોર્ટમાં અનેક પુરાવા રજૂ કર્યા બાદ 300 પેજનો ચુકાદો આપ્યો હતો.