Today Gujarati News (Desk)
અમદાવાદના એરપોર્ટ, ઇસનપુર, વટવા, નારોલ, મણિનગર, અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 5 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સાથે જે પોસ્ટર પ્રિન્ટિંગ પ્રેસના માલીક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર પૂર્વ આયોજિત કાવતરૂ રચી જાહેર મિલકતોને નુકશાન પોંહચાડવા સહિતની કલમો લગાડવામાં આવી છે. આમ આદમી પાર્ટીના 5 જેટલા કાર્યકરો વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અગાઉ દેશની રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તે અંગે પોલીસે 36 FIR નોંધી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 100 FIRમાંથી અન્ય બીજા પોસ્ટર્સને લઇને ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી ઉપર પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી બહાર આવતી એક વેનમાંથી પણ પોસ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ અગાઉ પૂર્વ દિલ્હીમાં સફાઈ કામદાર સાથે મારપીટના કેસમાં ભાજપના ધારાસભ્ય અભય વર્માના નજીકના સાથીઓના નામ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતુ. ધારાસભ્યએ આ મામલે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો રાખી બિરલા અને કુલદીપ કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આરોપ હતો કે તેમની છબીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ‘ભાજપના ગુંડાઓએ સફાઈ કામદાર પર હુમલો કર્યો હતો.
આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા સામે વધુ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદી અમિત આહિરે આરોપ લગાવ્યો હતો કે,જાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. મહત્વનું છે કે, ભાવનગર શહેરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. પોલીસે IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ હતી.