Today Gujarati News (Desk)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 માર્ચથી આઈપીએલની શરૂઆત થવાની છે, ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની આગામી સીઝન દરમિયાન ફરી વિરાટ કોહલી 22-યાર્ડની ક્રિકેટ સ્ટ્રીપ દબદબો જમાવવા તૈયાર છે. હવે કિંગ કોહલીની એક શાનદાર પોસ્ટ વાયરલ થઈ રહી છે.
મેચ પૂર્વે કોહલીએ Koo એપ પર તેનું ધોરણ 10નું રિપોર્ટ કાર્ડ શેર કર્યું. કોહલીની પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને તેની 10મા ધોરણની માર્કશીટનો ફોટો પોસ્ટ કરતા લખ્યુ કે, રસપ્રદ છે કે કઈ રીતે જે વસ્તુ તમારી માર્કશીટમાં સૌથી ઓછી જોડાઈ છે, તમારા ચરિત્રમાં તે સૌથી વધુ જોડાઈ છે.
RCB સ્ટાર બેટરે આ પોસ્ટ શેર કરતા જ ઈન્ટરનેટ પર તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. કોહલી IPL 2023 સીઝન માટે તૈયારી કરી રહ્યો છે, જ્યાં તે ફરી એકવાર RCBને કપ જીતાડવા ઉતરશે. કોહલી પાંચ સદી અને 44 અડધી સદી સાથે 129.14ના સ્ટ્રાઈક રેટથી 223 મેચોમાં 6624 રન સાથે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ટોચનો ખેલાડી છે.