Today Gujarati News (Desk)
(ધ્રુવ પરમાર ,બનાસકાંઠા )
પોતાના કામને જાહેર હિત માટે ન્યાય આપવાનું કામ દરેક રાજ્યસેવકનું હોય છે.જેમાં આજે જાહેર રજા હોવા છતાં પાલનપુર જિલ્લા પંચાયત ભુવન ખાતે આવેલી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખુલ્લી જોવા મળી હતી.
પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું હતું કે રજાના દિવસોમાં પણ આ બન્ને રાજ્ય સેવકો પોતાના કામ ને ન્યાય આપી,જાહેરહિતની કામગીરી ને ન્યાય આપી રહ્યા હતા.
ડો.સ્પનીલ ખરે,જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા |
આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલે જણાવ્યું હતું કે ” સરકાર સાથે સંલગ્ન દરેક કર્મચારીની પ્રાથમિક ફરજ બને છે કે તેમની પાસે પડેલ કામગીરી નું ન્યાયિક મૂલ્યાંકન કરી,તેને ગતી આપી કામ પૂરું કરવું જેથી નાગરિકો ને કોઈ દુવિધા ભોગવવી ન પડે.ગુજરાત માં ગતિશીલ સરકાર છે.જેઓની સુચના નું અમલીકરણ કરવું અમારી પ્રાથમિક ફરજ હોઇ રજાના દિવસે પણ અમો અમારા કામ ને ન્યાય આપીએ છીએ જેનો મને સંતોષ છે ..
ડો.જયેશ પટેલ – જિલ્લા હેલ્થ અધિકારી, બનાસકાઠા |
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ અધિકારી ડો.સ્વપ્નિલ ખરે નાં કાર્યકાળમાં પારદર્શક વહીવટ થતાં દરેક વિભાગ માં કામને ગતી મળી છે.જ્યારે આરોગ્ય વિભાગમાં પણ જિલ્લા આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતાં પારદર્શક વહીવટ થી આરોગ્ય કર્મચારીઓ દ્વારા પણ રોગો ને નાથવા અસરકારક કામગીરી કરાઇ રહી છે ત્યારે રજાના દિવસોમાં આ બન્ને અધિકારીઓ ની રજા દિવસમાં પણ કામ કરવાની ધગશ પ્રેરણાદાઈ બની છે ..