Today Gujarati News (Desk)
આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલા સ્વામી મંદિરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે,રામનવમીની ઉજવણી માટે મંદિરમાં પંડાલ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આ પંડાલમાં આગ લાગી હતી. થોડી જ વારમાં, જ્વાળાઓએ પંડાલને ઘેરી લીધું.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
અહેવાલ મુજબ આગ લાગતાની સાથે જ શ્રદ્ધાળુઓને પંડાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં, વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
મહત્વનું છે કે, રામનવમીના તહેવાર નિમિત્તે આ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી શહેરના સ્નેહ નગર પાસેના પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની કૂવાની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો કૂવામાં પડી ગયા હતા, સ્થળ પર હાજર લોકો કૂવામાં પડેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 7 લોકોને રેસ્ક્યુ કરી બહાર નીકાળવામાં આવ્યા.