Today Gujarati News (Desk)
કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર શ્રીરંગપટનામાં કોંગ્રેસ દ્વારા આયોજિત ‘પ્રજા ધ્વનિ યાત્રા’ દરમિયાન માંડ્યા જિલ્લાના બેવિનાહલ્લી નજીક કલાકારો પર 500-500ની નોટો ઉડાડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
લોકોની ભીડ એકઠી થઈ
વીડિયોમાં જોઈ શકાય છે કે ડીકે શિવકુમાર બેવિનાહલ્લી પાસે રોડ શોમાં લોકો પર 500 ની નોટો ઉડાડતા જોવા મળે છે. ત્યાં હાજર લોકોનું ટોળું પૈસાની લૂંટ કરવા પડાપડી કરતુ જોવા મળ્યું હતું.કોંગ્રેસના કર્ણાટકના અધ્યક્ષ શિવકુમાર અગાઉ પણ અનેકવાર વિવાદોમાં રહી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા તેમણે રાજ્યના ડીજીપી પ્રવીણ સુદને અપશબ્દો કહ્યા હતા. દાવો કરાયો હતો કે પ્રવીણ રાજ્યની ભાજપ સરકારનો બચાવ કરે છે અને તેમની પાર્ટીના નેતાઓ સામે કેસ દાખલ કરી રહ્યા છે. શિવકુમારે ચેતવણી આપી હતી કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે.