Today Gujarati News (Desk)
વેજલપુર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ, સસરા સહિતના સાસરિયાં વિરૂધ્ધ શારિરીક માનસીક ત્રાસ અને છેડતી સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત કરી જણાવ્યું કે, આ મારી છોકરી નથી. ઘર પાસે દૂકાન ધરાવતા સસરા પણ અવારનવાર ઘરે આવી મહિલા સાથે છેડછાડ કરતા હતા. ૨૮ વર્ષીય યુવતીએ ન્યુ રાણીપમાં રહેતાં સાસરિયાં વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ દિલ્હી ખાતે રહેતી યુવતીના લગ્ન વેજલપુરમાં રહેતાં યુવક સાથે ૨૦૨૧માં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરીમાં આવેલી યુવતીએ પોતાના મોબાઈલ ફોનમાં દિલ્હીનું સ્ટેટસ મુકતા સાસરિયાં ઉશ્કેરાયા હતા. યુવતીએ તેના ભાઈના જન્મદિવસનું સ્ટેટસ મુકતા સાસરિયાંએ તકરાર કરી મારઝૂડ કરી હતી. સસરા પણ અવારનવાર ઘરે આવી એકલતાનો લાભ યુવતીને શારિરીક અડપલા કરતા હતા. સસરાએ એક દિવસ બપોરે ઘરે આવી યુવતીને બાથમાં લઈ શારિરીક અડપલા કરતા પતિ અને સાસુને ફરિયાદ કરી હતી. સસરાને કઈ કહેવાની જગ્યાએ સાસુ અને પતિએ પરિણીતાને મારમારી હતી. નણંદો પણ સાસરિયાંનો પક્ષ લઈ પરિણીતાને પરેશાન કરતી હતી. યુવતીએ બાળકીને જન્મ આપતા પતિ બોલ્યો ‘ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે, આ છોકરી મારી નથી’આમ,પત્ની પર પતિએ શંકા કરી એલફેલ બોલી તકરાર કરી હતી.પત્નીને પિયરમાં લેવા ગયેલો પતિ બાળકીને લઈને ટ્રેન ચાલુ થતા નીકળી ગયો હતો. મહિલાના આક્ષેપો અંગે વેજલપુર પોલીસે સાસરિયાં વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.