Today Gujarati News (Desk)
ઈલોન મસ્ક દ્વારા ટ્વિટરને ખરીદી લેવામાં આવી હતી. આ ડીલની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી કેમ કે 44 અબજ ડૉલરમાં આ ડીલ કરવામાં આવી હતી. જેના અનેકવાર રદ થયાના અહેવાલો આવ્યા હતા. છેવટે આ ડીલ થઈ ગઈ હતી. પરંતુ હવે ટ્વિટરની વર્તમાન વેલ્યૂએશનને લઈને ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. માહિતી અનુસાર ઈલોન મસ્કની માલિકી હેઠળની ટ્વિટરની વેલ્યૂએશન ફક્ત 50 ટકાથી પણ ઓછી એટલે કે 20 અબજ ડૉલર આસપાસ જ રહી ગઈ છે.
આ માહિતીનો ખુલાસો કેવી રીતે થયો?
માહિતી અનુસાર ઈલોન મસ્ક દ્વારા કર્મચારીઓને એક ઈન્ટરનલ મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં આ માહિતી બહાર આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે ઈલોન મસ્ક ટ્વિટરને નફો કરતી કંપની કરવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે.