Today Gujarati News (Desk)
મલ્ટીબેગર શેરો પર દાવ લગાવવો જોખમકારક માનવામાં આવે છે, પરંતુ જો દાવ કામ કરી ગયો તો તમે માલામાલ પણ બની શકો છો. મલ્ટીબેગર શેર તેના રોકાણકારોને જોરદાર વળતર આપે છે. આવો જ એક શેર છે, પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, જેણે લાંબાગાળામાં તેના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે.માર્કેટના જાણકારોનું કહેવું છે કે, ફેવિકોલ બનાવનારી આ દિગ્ગજ કંપનીના શેર આવનારા સમયમાં હજુ પણ ઉપર જઈ શકે છે. તેમનું કહેવું છે કે, શેર તેના વર્તમાન સ્તરેથી 21 ટકા ઉપર જઈ શકે છે. શુક્રવારે શેર 0.12 ટકાના ઘટાડાની સાથે 2,365 રૂપિયા પર બંધ થયા હતા. ગત 1 વર્ષમાં આવું રહ્યું શેરનું પ્રદર્શન – પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેર 1,20,193.44 કરોડ રૂપિયા છે. આ કંપની એવા સેગમેન્ટમાં છે, જેથી તેની સામે સ્પર્ધા પણ ઓછી છે. આ જ કારણથી તેની વૃદ્ધિ હાઈ જોવા મળી રહી છે. જો કે, ગત 6 મહિનામાં તે 15.59 ટકા તૂટ્યો છે. જ્યારે 1 વર્ષમાં શેર 3.71 ટકા ઘટ્યો છે.
1 લાખનું રોકાણ બન્યું 1.08 કરોડ – પિડીલાઈટના શેર 18 માર્ચ 2005ના રોજ 21.79 રૂપિયાના ભાવ પર હતા. જ્યારે હવે આ શેર, 2300 રૂપિયાના આંકડા પર પહોંચી ગયા છે. તેનો અર્થ છે કે, પિડીલાઈટના શેરોએ 18 વર્ષમાં 108 ગણું વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે માર્ચ 2005માં પિડીલાઈટના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત, તો આજે રકમ વધીને 1.08 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. આ શેરે ટૂંકાગાળામાં પણ સારું વળતર આપ્યું છે. 17 જૂન 2002ના રોજ શેર તેના 1 વર્ષના નીચલા સ્તર પર 1988.60 રૂપિયાના સ્તર પર ગબડી ગયો હતો.હાઈ લેવલ પરથી આટલો ગબડ્યો શેર – જો કે, ત્યારબાદ માત્ર ત્રણ મહિનામાં જ શેર 47 ટકા વધીને તેની રેકોર્ડ હાઈ 2916.85 રૂપિયા પર પહોંચી ગયો હચો. તેણે 15 સપ્ટેમ્બર 2022ના રોજ તેનું હાઈ લેવલ સ્પર્શ કર્યું હતું. ત્યારબાદ શેરમાં તેજી રોકાઈ ગઈ અને તે તેની રેકોર્ડ હાઈથી 19 ટકા નીચે ગબડી ગયો છે. જો કે, માર્કેટ એક્સપર્ટ્સનું માનવુ છે, કે હજુ આમાં શાનદાર રિકવરી જોવા મળી શકે છે.
ઘટાડા સાથે બંધ થયું બજાર – સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે શેરબજાર ઘટાડા પર બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 0.69 ટકા એટલે કે 398.18 અંકના ઘટાડા સાથે 57,527.10 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી, 131.90 અંક એટલે કે 0.77 ટકાના ઘટાડા સાથે 16,945 ના સ્તર પર બંધ થયો હતો.