Today Gujarati News (Desk)
IPL શરૂ થાય તે પહેલા જ અમદાવાદમાં સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો છે. ગુજરાતના ઈતિહાસના સૌથી મોટો ક્રિકેટ સટ્ટો ઝડપી પાડવામાં આવ્યો છે. PCBની ટીમ દ્વારા માધવપુરમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટો રમાતો હોવાનું સામે આવ્યું છે. તો આ દરોડા દરમિયાન રૂ.1800 કરોડથી વધુના વ્યવહારો પણ મળી આવ્યા છે.
4 આરોપીની ધરપકડ કરાઈ
દરમિયાન આજે પીસીબીની ટીમ દ્વારા માધવપુરા, સુમેલ બિઝનેસ પાર્ક-૬ના બ્લોક-જે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાનો રેકોર્ડનો ટીમે પર્દાફાશ ક્યો હતો. ઓફિસમાં દરોડા પાડી સટ્ટાના પૈસાનું સંભાળતા 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ દરમિયાન 1800 કરોડથી વધુના પૈસાના વ્યવહાર પણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. આ ઓફિસથી ઈન્ટરનેશનલ એકાઉન્ટ હેન્ડલિંગ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે.
નામચીન બુકીઓના ઓનલાઈન ID પણ મળી આવ્યા
મળતી વિગતો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, ઓનલાઈન સટ્ટો રમાડવા માટે તેમજ બેંક એકાઉન્ટના મેનેજમેન્ટ માટે ઓ ઓફિસનો ઉપયોગ કરતા હતો… દરોડામાં 500થી વધારે એકાઉન્ટ, 100 જેટલા સીમકાર્ડ અને મોબાઈલ હાથ લાગ્યા છે. તો પીસીબીની ટીમ દ્વારા લાખોનો મુદ્દામાલ પણ પકડી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં નામચીન બુકીઓના ઓનલાઈન ID પણ મળી આવ્યા છે.
જુદી જુદી બેંકોના ડેબીટ કાર્ડ, સ્વેપીંગ મશીન પણ જપ્ત
પીસીબીની ટીમે 7 મોબાઈલ (કિંમત રૂ.2.05 લાખ), આરોપીઓ પાસેથી રોકડ રૂ.7970, 3 લેપટોપ (કિંમત રૂ.75000), રોકડ નાણાં રૂ.3,50,200, 536 નંગ ચેકબુક, જુદી જુદી બેંકોના ડેબીટ કાર્ડ, વિવિધ બેંકોના 14 સ્વેપીંગ મશીન, 193 નંગ સીમકાર્ડ સહિત કુલ રૂપિયા રૂ.3,38,670નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાઈ ગયેલા આરોપીઓ
જીતેન્દ્ર તેજાભાઈ હીરાગર (ઉ.વ.28) રહે.સાબરમતી, મુળ વતન રાજસ્થાન
સતીષ પોખરાજભાઈ પરીહાર (ઉ.વ.30) રહે. નવા વાડજ, મૂળ વતન રાજસ્થાન
અંકિત દિનેશભાઈ ગેહલોત (ઉ.વ.23) રહે. મેઘાણીનગર, મુળ વતન બનાસકાંઠા
નીરવ કિરીટભાઈ પટેલ (ઉ.વ.25) રહે. નરોડા, મુળ વતન મહેસાણા
વોન્ટેડ આરોપીઓ
ડેવીડ રહે. ઉદયપુર, રાજસ્થાન
નિકુંજ અગ્રવાલ, રહે. શાહીબાગ, અમદાવાદ
કુણાલ રહે. અમદાવાદ
મેસી, રહે રાજસ્થાન
ગરૂડા, રહે. મુંબઈ
રીશી સુગર, રહે. મુંબઈ
સૌરભ ચંદ્નાકર ઉર્ફે મહાદેવ રહે. છત્તીસગઢ, હાલ રહે. દુબઈ
અમીત મજેઠીયા રહે.ગાંધીધામ, કચ્છ, હાલ રહે. દુબઈ
માનુશ શાહ રહે. પાલડી ભઠ્ઠા, અમદાવાદ, હાલ રહે. દુબઈ
અન્ના રેડ્ડી, હાલ રહે. દુબાઈ
કમલ
કાર્તિક
જિતેન્દ્ર ઠક્કર
વિવેક જૈન
નિલેશ
તેમજ જુગારની ઓનલાઈન ચાલતી બુકોને પ્લેટફોર્મ પુરુ પાડતી કંપનીના કર્તાહર્તા માલિકો