Today Gujarati News (Desk)
અમદાવાદમાં ધાડ, લૂંટ અને ચોરીના બનાવો બેફામ પણે વધી રહ્યાં છે. પોલીસ પેટ્રોલિંગ સામે પણ ચોરોએ પડકાર ફેંક્યો હોય તેવી રીતે ચોરીના બનાવો બની રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચીખલીકર ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ અમદાવાદ શહેર તેમજ આણંદ રાજકોટ ગ્રામ્ય સહિત સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવી દીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમી મળી હતી કે ચીખલીકર ગેંગનો જોગીંદરસિંહ ઉર્ફે કબીરસિંહ દરવાજા પાસે આવવાનો છે. જેના અનુસંધાને પોલીસે વોચ રાખીને જોગેન્દ્રસિંહની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી 4,13,870 ની કિંમતના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોગેન્દ્રસિંહ અમદાવાદ શહેરમાં 34 જેટલી ચોરીઓ અગાઉ કરી હતી અને ત્રણ વખત પાસામાં પણ જઈ આવ્યો છે.
ક્રાઈમ બ્રાંચે પકડેલા આરોપીએ અમદાવાદ શહેરના કારંજ, ખાડિયા, એલિસ બ્રિજ, શાહીબાગ, શહેર કોટડા, સેટેલાઈટ, વટવા, ગાંધીનગર, ઇસનપુર જેવા તમામ વિસ્તારોમાં ચોરીઓ કરી હતી. આ સિવાય આણંદ જિલ્લાના આણંદ ટાઉન આણંદ રૂરલ,વિદ્યાનગર, અંકલાવ, વાસદ, ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ ઘરચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના ગુનામાં અને વડોદરા જિલ્લાના પાણીગેટ, રાવપુરા, મકરપુરા, તરસાલી, કરજણ સાવલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સાત ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો સુરત શહેરમાં પાંડેસરા ઉધના કતારગામ રાવપુરા અંજાર આપ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગરફોર ચોરીના ગુનામાં તેમજ પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ પોલીસ સ્ટેશનના બે ગુનાઓ મળી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 60 જેટલી ચોરીઓના ગુનાને જોગેન્દ્રસિંહે અંજામ આપ્યો હતો હાલ તેની પાસેથી ચોરીના ચાર ગુનાઓ ડિટેક્ટ થયા છે આ ઉપરાંત અમદાવાદ શહેરના ત્રણ ગુના પણ ઉકેલાયા છે.