Today Gujarati News (Desk)
ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ તાજેતરમાં જ એક વીડિયોના કારણે ટ્રોલ થઈ રહી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભૂકંપના આંચકા અનુભવ્યા બાદનો એક વીડિયો શેર કર્યો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂકંપ દરમિયાન એક્ટ્રેસે કંઈક એવુ રિએક્શન આપ્યુ કે અમુક લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી છે.
મંગળવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ઝડપી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે લગભગ 10 વાગે આવેલા આ ભૂકંપે લોકોને ડરાવી દીધા હતા. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં જવા લાગ્યા હતા. એક તરફ જ્યાં ભૂકંપના આંચકાથી લોકો ડરેલા હતા તો બીજી તરફ દિવ્યાંકા પોતાની એક્સાઈટમેન્ટ વ્યક્ત કરી રહી હતી. દિવ્યાંકાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે કહે છે, આ ખૂબ રોમાંચક છે કેમ કે હું મારા જીવનનો પહેલો ભૂકંપનો આંચકો અનુભવી રહી છુ… હુ અત્યારે ચંદીગઢમાં છુ અને અહીં ગલી મહોલ્લામાંથી બધા લોકો નીચે આવી ગયા છે. આ એક્સાઈટિંગ છે, અત્યાર માટે, જ્યાં સુધી વધારે નથી હોતો’.
ટ્રોલ થઈ દિવ્યાંકા
દિવ્યાંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે દિવ્યાંકાનો વીડિયો શેર કરતા તેની પર નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ, ‘ભૂકંપની અસર મેડમના મગજ પર પડી ગઈ છે’.