Today Gujarati News (Desk)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યોને સલાહ આપી હતી કે તે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન અને કોવિડને અનુકૂળ વ્યવહારની ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટેજી પર ફોકસ કરવાનું ચાલુ રાખે. મંત્રાલય તરફથી જારી કરાયેલી એક નોટિફિકેશનમાં જણાવાયું કે અમે કોવિડ-19ની તૈયારીઓને જોવા માટે વધુ એક મોક ડ્રિલ કરીશું. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ જલદી જ મોકલ ડ્રિલ કરાશે.
શમાં કોરોના વેક્સિનના કુલ 220.65 કરોડથી વધુ ડૉઝ આપી દેવાયા છે
નોટિફિકેશન અનુસાર દેશમાં કોરોના વેક્સિનના કુલ 220.65 કરોડથી વધુ ડૉઝ આપી દેવાયા છે. હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં વધારાનો કોઈ પુરાવો મળ્યો નથી. સાવચેતીરૂપે ડૉઝ વધારવામાં આવે. નિવેદનમાં જણાવાયું છે કે તમામ ગંભીર તીવ્ર શ્વસનની બીમારીઓ મામલે લેબોરેટરી ટેસ્ટ અને નિરીક્ષણ વધારવાની જરૂર છે.
રાજ્યોને આ વ્યવસ્થાઓ કરવા કહ્યું…
મંત્રાલયે રાજ્યોને સ્વાસ્થ્ય સુવિધાઓમાં ઈન્ફ્લૂએન્ઝા અને કોવિડ-19 માટે જરૂરી દવાઓ અને રેશનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યું છે. આ ઉપરાંત રાજ્યોને પર્યાપ્ત નિર્ધારિત બેડ અને સ્વાસ્થ્યકર્મીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવાયું છે.