Today Gujarati News (Desk)
દેશમાં ફરી કોરોના મહામારીએ માથું ઉંચકયું છે. દેશમાં કોરોનાના કેસોમાં દૈનિક વધારો નોંધાઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે ખતમ થઇ રહ્યો હતો પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે હવે ફરી વખત કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 6 અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા સમયથી દેશમાં 500થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જોકે ગઈકાલની સરખામણીએ આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના લગભગ 700 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અપડેટના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગઈકાલની સરખામણીએ આજે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો નોંધાયો હતો. આજે દેશમાં કોરોનાના 699 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના 918 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 4 લોકોના મોત થયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના 219 ઓછા નવા કેસ નોંધાયા છે.
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડને વટાવી છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડથી વધારે છે. તે જ સમયે, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે કુલ 5,30,808 લોકોના મોત થયા છે.