Today Gujarati News (Desk)
શહેરમાં ઉત્રાણ વિસ્તારની ઓળખ ધરાવતું જાણીતું ઉત્રાણ પાવર હાઉસના ટાવરને આજે 21મીના રોજ તોડી પાડવામાં આવ્યો છે. પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટથી ધ્વસ્ત કરવામાં આવી છે. માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસ નેસ નાબૂદ થઈ ગયો છે. આજે કુલિંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવ્યો છે.સુરતના ઉત્રાણ પાવર હાઉસનો 30 વર્ષ જૂનો ટાવર આજે સેકંડોમાં ધ્વસ્ત થઈ ગયો છે. કૂલિંગ ટાવર આશરે 85 મીટર ઉંચો અને 70 મીટર પહોળો હતો. આજે બ્લાસ્ટ કરીને માત્ર 7 સેકેન્ડમાં આ ટાવરને ઉડાવી દેવાયો છે. પરંતુ આ કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પૂર્ણ થતાં આશરે 30થી 40 મિનિટનો સમય લાગી શકે છે. આ ટાવરને તોડવા માટે 250 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટાવરને 2017માં ભંગાર જાહેર કરવામાં આવ્યો હતો.