Today Gujarati News (Desk)
ગ્લોબલ માર્કેટથી મળેલા સકારાત્મક સંકેતો પછી આજે એટલે કે શુક્રવાર (17 માર્ચ)ના રોજ ભારતીય શેરબજારમાં પણ વધારો જોવા મળ્યો. સેન્સેક્સ સવારે અંદાજે 400 પોઈન્ટ વધી 58,000ના લેવલે પહોંચ્યો હતો. હવે 57,750 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો વધારો થયો હતો અને તે 17,100ના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે, તેમાં ઘટાડો થયો અને હાલ 17,040 આસપાસ ટ્રેડિંગ ચાલું છે. બજારની આ તેજીમાં મેટલ, IT, બેન્કિંગગ અને મેટલ સ્ટોક્સ સૌથી આગળ છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર 2% ચઢ્યા
અદાણી ગ્રુપના તમામ 10 શેરોમાં આજે તેજી છે. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર અંદાજે 2% જેટલા ચઢ્યા છે. પોર્ટમાં અડધા ટકા જેટલી તેજી છે. ગ્રીન એનર્જીમાં 5%ની અપર સર્કિટ લાગી છે. વિલ્મર, ટ્રાન્સમિશન, ટોટલ ગેસ અને પાવરના તમામ શેર પણ 2%થી વધુ ચઢ્યા છે. ACC અને અંબુજા સિમેન્ટના સ્ટોકમાં અંદાજે અડધા ટકાની તેજી છે. NDTVમાં 1% જેટલી તેજી છે.