Today Gujarati News (Desk)
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પેસેન્જરના સ્વાંગમાં કારમાં બેસીને, કારચાલકની આંખમાં મરચું નાંખી કાર લૂંટી લેનારી ગેંગને વડોદરા ગ્રામ્ય LCBએ ઝડપી પાડી છે. મુસાફરના સ્વાંગમા કારમાં લૂંટ કરતી ટોળકી કરજણ પાદરા રોડ તરફ જવાની હોવાની બાતમી આધારે પોલીસે ચેકીંગ વધાર્યું હતું. પિંગલવાડા ગામ નજીક વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ કાર ઝડપાઇ હતી. કારમાં સવાર બધાની પુછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
ગત 11 મી માર્ચે નડિયાદ એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી નજીક કારમાં પેસેન્જર તરીકે બેસી જઈ કારચાલકની આંખમાં મરચું નાંખી કાર લૂંટીને ફરાર થઈ ગયા હતા.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878