Today Gujarati News (Desk)
બોન્ડ બહાર પાડવાનું ફરજિયાત નહીં હોવા છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા વખત પહેલા અમૃત યોજનાના ફાળા માટે રૂ.100 કરોડના બોન્ડ બહાર પાડ્યા હતા તે 10 ગણો વધુ બોન્ડ ભરાતા હવે ફરી કોર્પોરેશન ગ્રીન બોન્ડ બહાર પાડી બીજા રૂ. 100 કરોડ ભેગા કરવાનું નક્કી કર્યું છે જેથી ફરી એકવાર વડોદરા કોર્પોરેશનમાં બોન્ડનું ભૂત ફરી ધૂણ્યું છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અમૃત 2.0 યોજના અંતર્ગત મંજુર થયેલ કામો સામે આપવા પાત્ર ફાળાની માટે રૂ. 100 કરોડના મ્યુનિસિપલ/ગ્રીન બોન્ડ બહાર પાડવા અંગે જરૂરી એજન્સીઓની નિમણુંક કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
દરખાસ્ત માં જણાવ્યું છે કે,વડોદરા કોર્પોરેશન દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સહયોગથી વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવેલા છે જેમાં અમૃત, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ સીટી મિશન વિગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે
અને આ યોજનામાં મંજુર થયેલા DPR અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમનો નિયત ફાળો ગ્રાંટ સ્વરૂપે આપે છે અને બાકીની રકમ વડોદરા કોર્પોરેશનએ પોતાના ફાળા તરીકે આપવાની રહે છે. આ યોજના અંતર્ગત મંજુર થયેલા કામો અન્વયે ટેન્ડર પ્રીમીયમ તેમજ ભાવવધરો ભોગવવાનો રહે છે. આ યોજનાઓમાં આપવાપાત્ર ફાળાની રકમ વડોદરા મહાનગરપાલિકાએ લોન અથવા બોન્ડ થકી ઉગવીને આપી શકાય દેશની કોર્પોરેશનોએ નાણાકીય રીતે પોતે પગભર થાય અને આત્મનિર્ભર બને તથા વિકાસના કામો માટે આપવાપાત્ર ફાળાની રકમ પોતે માર્કેટ માથી ઉગવી શકે, સાથે સાથે દરેક કોર્પોરેશન નું ક્રેડીટ રેટીંગ થાય અને ફાઇનાન્સિયલ ટ્રાન્સફરન્સી અને બુક કીપિંગ અપ ટુ ડેટ સેકન્ડ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ તૈયાર થાય, તે હેતુથી મ્યુનિસિપલ બોન્ડ થકી નાણાં ઉગવેથી પ્રોત્સાહન સ્વરૂપે ઇનસેન્ટીવ આપવામાં આવે છે.