Today Gujarati News (Desk)
જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે મોટા ઘટાડા પછી માર્ચની શરુઆતથી જ અદાણી ગ્રુપના શેર છેલ્લાં કેટલાંક દિવસોથી સારું પ્રદર્શન કરી રહ્યાં છે, જેણે અદાણી ગ્રુપના રોકાણકારોમાં વિશ્વાસ જગાડ્યો છે. ચાલો જાણીએ કે આજે અદાણી ગ્રુપને લગતા મોટા અપડેટ્સ શું છે.
ફિચ રેટિંગ્સે અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ (AEML)નું ક્રેડિટ રેટિંગ જાળવી રાખ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રુપ સામે લગાવવામાં આવેલા આરોપો કંપનીના ભંડોળના ખર્ચ પર મર્યાદિત નજીકના ગાળાની અસર કરશે.
રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે 2030 સુધી અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈ લિમિટેડ (AEML) યુએસ ડૉલરની સિનિયર સિક્યોર્ડ નોટ્સ પર BBB રેટિંગ જાળવી રાખ્યું છે. સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની આર્થિક સ્થિતિ સારી છે.