Today Gujarati News (Desk)
ફેબ્રુઆરી 2023માં છૂટક ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે હજુ પણ આરબીઆઈની સહનશીલતા બેન્ડની મર્યાદા કરતા વધારે છે. ફેબ્રુઆરી 2023માં રિટેલ ફુગાવો દર 6.44 ટકા રહ્યો હતો. જ્યારે જાન્યુઆરી 2023માં છૂટક ફુગાવો દર 6.52 ટકા હતો. ફેબ્રુઆરી 2022માં રિટેલ ફુગાવાનો દર 6.07 ટકા નોંધાયો હતો.
રિટેલ મોંઘવારીમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય મોંઘવારી ઘટીને 5.95 ટકા પર આવી ગઈ હતી. જ્યારે જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો 6 ટકા હતો. ફેબ્રુઆરી 2022માં ખાદ્ય ફુગાવો 5.85 ટકા હતો. ફેબ્રુઆરી મહિનામાં ખાદ્યાન્ન અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 16.73 ટકા હતો. દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 9.65 ટકા, મસાલાનો મોંઘવારી દર 20 ટકાથી 20.20 ટકા રહ્યો હતો. ફળોનો મોંઘવારી દર 6.38 ટકા, ઈંડાનો મોંઘવારી દર 4.32 ટકા રહ્યો હતો. કઠોળનો મોંઘવારી દર 4.09 ટકા રહ્યો હતો. પેક્ડ મિલો, નાસ્તા અને મીઠાઈનો મોંઘવારી દર 7.98 ટકા રહ્યો હતો. આ સમયગાળામાં શાકભાજીઓ નજીવી સસ્તી થઈ છે. શાકભાજીનો મોંઘવારી દર ઘટીને -11.61 ટકા થયો છે.